એ હાલો...ગુજરાતમાં અત્યારથી જ શરૂ થઈ ગઈ ગરબા પ્રેક્ટિસ!

04 July, 2019 01:30 PM IST  |  અમદાવાદ

એ હાલો...ગુજરાતમાં અત્યારથી જ શરૂ થઈ ગઈ ગરબા પ્રેક્ટિસ!

ગુજરાતમાં અત્યારથી જ શરૂ થઈ ગઈ ગરબા પ્રેક્ટિસ(તસવીર સૌજન્યઃ GujjuBhai.in)

સૌથી લાંબો ચાલતો અને સૌથી વધુ ઝાકમઝોળ વાળો તહેવાર એટલે નવરાત્રિ. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિ ઉજવવામાં આવે છે. અને હવે તો ગુજરાતમાં વેલકમ નવરાત્રિ અને બાય-બાય નવરાત્રિનો પણ ટ્રેન્ડ છે. એટલે લગભગ 15 દિવસ સુધી આ તહેવાર ઉજવવામાં આવે છે. ગુજરાતીઓ ગરબા માટે એટલા ઘેલા છે કે તેમણે અત્યારથી જ શરૂઆત કરી દીધી છે.


અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. જેમાં બાળકો, મહિલાઓ સાથે કપલ્સ પણ આવે છે. બધાને બસ એમ જ છે કે તેઓ સૌથી સારા દેખાવા જોઈએ અને તેમના સ્ટેપ્સ સૌથી પરફેક્ટ હોવા જોઈએ. અને એટલે જ તો તેમણે અત્યારથી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દીધી છે. અને ગરબા ક્લાસિસ જોઈન કરી પસીનો વહાવી રહ્યા છે.

શહેરમાં હિમાની ડાન્સ સ્ટુડિયો ચલાવતા હિમાની શાહ કહે છે કે, 'અમે 3 મહિનાનો ગરબાનો કોર્સ ચલાવીએ છે. જેમાં તમામ એજ ગ્રુપના લોકો ભાગ લે છે. જુલાઈ મહિનામાં તેઓ બેઝિક સ્ટેપ્સ કરતા શીખવાડીએ છે. ગરબામાં તાલી કેવી રીતે પાડવી તે પણ અમે શીખવાડીએ છે. ઑગસ્ટમાં ગીતો પર કોરિયોગ્રાફી કરવામાં આવશે જ્યારે સપ્ટેમ્બરમાં સુરતી સ્ટેપ્સ અને એડવાન્સ્ડ સ્ટેપ્સ શીખવવામાં આવશે. અમે બોલીવુડના ગીતો પર પણ કોરિયોગ્રાફી કરીએ છે.'

આ પણ વાંચોઃ આ 10 ગુજરાતી તહેવારો તો તમારે માણવા જ જોઈએ

આ વર્ષે ગરબામાં રાધાને શ્યામ મળી જશે, છોગાળા તારા, કમરિયા સહિતના બોલીવુડ ગીતો ગરબામાં છવાયેલા રહેશે. ખેલૈયાઓ તૈયાર થઈ રહ્યા છે. ત્રણ મહિના સતત પ્રેક્ટિસ કરીને પર્ફેક્શન લાવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. બસ હવે તો થોડા સમયમાં ખરીદી પણ ચાલુ થઈ જશે. અને જ્યારે નવરાત્રિ આવશે ત્યારે તમને જોવા મળશે રંગબેરંગી ચણિયાચોળીમાં સજ્જ ખેલૈયાઓ. જેમને જોઈને લાગે કે જાણે સિતારાઓ આસમાનમાંથી નીચે ઉતરી આવ્યા છે.

gujarat navratri