Amavasya: અમાસ પર આ યોગમાં કાર્ય કરશો તો સફળતા જરૂર મળશે 

19 April, 2023 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વૈશાખ માસની અમાસની તિથિને લઈ આ વખતે કોઈ મુંઝવણ નથી. પરંતુ સૂર્ય ગ્રહણને કારણે કોઈને પણ મુંઝવણ હોય તો આ કન્ફ્યુઝન અહીં દૂર કરી લો.

પ્રતિકાત્મક તસવીર

વૈશાખ માસની અમાસની તિથિને લઈ આ વખતે કોઈ મુંઝવણ નથી. પરંતુ સૂર્ય ગ્રહણને કારણે કોઈને પણ મુંઝવણ હોય તો તમને જાણકારી આપી દઈએ કે અમાસ 19 એપ્રિલના રોજજ સવારે 11.30 વાગ્યા બાદ શરૂ થશે અને 20 એપ્રિલ 10.30 સુધી હશે.  ઉદયા તિથિ અનુસાર અમાસ 20 એપ્રિલના રોજ મનાવવામાં આવશે. જો સૂર્ય ગ્રહણના સમય અને સૂતકને લઈ કોઈ કન્ફ્યુઝન હોય તો તે પણ દૂર કરી લેજો કે આ વખતે સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવવાનું નથી. માટે જ તેના સૂતક કાળ સાથે આપણે કોઈ નિસ્બત નથી. મંદિરોના કપાટ અને પૂજા-પાઠ કે શ્રાદ્ધ કર્મ કરવા પર કોઈ રોક ઉભી નહીં થાય. 

જો સૂર્ય ગ્રહણના સમયની વાત કરીએ તો સૂર્ય ગ્રહણ 20 એપ્રિલના રોજ સવારે 7.04 વાગ્યાથી બપોરના 12:29 સુધી રહેશે. 

બીજી બાજુ રાહુકાળ અમાસ તિથિની સમાપ્તિ બાદ 1.35થી 3.30 સુધી રહેશે. અમાસ તિથિ પર પિતૃનું શ્રાદ્ધ કરવાનું વિધાન છે. માટે જ આ દિવસે શ્રાદ્ધ કર્મ કરવા ઈચ્છતા હોય તો સવારે 10.35 સુધીમાં કરી લો. આ સમય બાદ અમાસની તિથિ પૂર્ણ થઈ જશે. 

આ પણ વાંચો: અક્ષય તૃતિયા પર આ કામ જરૂર કરો

જો ભારતમાં સૂર્ય ગ્રહણ જોવા મળત તો સૂતક કાળ પણ માન્ય ગણાત. જોકે, ભારતમાં સૂર્ય ગ્રહણ દેખાવવાનું નથી તો સૂતકનો સવાલ જ ઉભો નથી થતો. નોંધનીય છે કે સૂર્ય ગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલા અને ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા શરૂ થાય છે. 

જો કોઈ નવું કામ કરવા માંગતા હોય અને ઈચ્છતા હોય કે તે કાર્યમાં તમને સફળતા મળે તો તમને જણાવી દઈએ કે અમાસના દિવસે સવારે 5.51 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગમાં કરેલા તમામ કાર્ય સફળ થાય છે.      

astrology life and style