ગુરુ પૂર્ણિમા : 7 વર્ષ બાદ નિભાવાશે વર્ષો જુની પરંપરા

15 July, 2019 05:51 PM IST  |  મુંબઈ ડેસ્ક

ગુરુ પૂર્ણિમા : 7 વર્ષ બાદ નિભાવાશે વર્ષો જુની પરંપરા

ગુરુ પૂર્ણિમા

7 વર્ષ પછી એવા દુર્લભ સંજોગ જોવા મળશે. જ્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ તમે ગુરુની પૂજા કરીને તમામ દોષોથી મુક્તિ મેળવી શકો છો.

ગુરુ ગોવિંદ દોનો ખડે, કા કે લાગૂ પાય।
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાએ।।

અષાઢ મહિનાની પૂર્ણિમાને દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવાનું મહત્વ છે. ગુરુ પૂર્ણિમા વર્ષા ઋતુની શરૂઆતમાં આવે છે. જેમ સૂર્યના તાપથી તપેલી ભૂમિને વરસાદને કારણે શીતળતા મળે છે, તેમજ જમીન ફળદ્રુપ બને છે. તેને સર્જનની શક્તિ મળે છે. તેવી જ રીતે ગુરુ-ચરણોમાં રહેતા સાધકોને જ્ઞાન, શાન્તિ, ભક્તિ અને યોગ શક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે. શાસ્ત્રોમાં ગુરુનો અર્થ અંધકાર કે મૂળ અજ્ઞાન અને તેનો નિરોધક એવો કરવામાં આવે છે. ગુરુને ગુરુ એટલા માટે કહેવામાં આવે છે કે તે અંધકારને હટાવીને તેને પ્રકાશ તરફ લઈ જાય છે.

ગુરુ તેમજ દેવમાં સમાનતા માટે એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જેવી ભક્તિની જરૂર દેવોને હોય છે તેવી જ ગુરુઓ માટે પણ હોય છે, જો કે સદ્ગુરુની કૃપાથી ઇશ્વરના સાક્ષાત્કાર પણ સંભવ બને છે. તેમજ ગુરુની કૃપાના અભાવથી કંઇ પણ શક્ય બનતું નથી.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

ગુરુ પૂર્ણિમાનું મહત્વ

ગુરુ પૂર્ણિમાનો આ દિવસસ મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ દિવસ છે. તે સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા અને તેમણે ચાર વેદોની રચના પણ કરી છે. આ કારણે તેમનું એક નામ વેદ વ્યાસ પણ છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાને નામે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો અષાઢી પૂર્ણિમાના દિવસે પોતાની ભક્તિ ગુરુને સમર્પિત કરે છે.

life and style festivals