જ્યોતિષ મુજબ કેવું રહેશે ઉદ્ધવ સરકારનું ભાવિ?

29 November, 2019 09:14 AM IST  |  Mumbai

જ્યોતિષ મુજબ કેવું રહેશે ઉદ્ધવ સરકારનું ભાવિ?

ઉદ્ધવ ઠાકરે

જાણીતા જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની તથા પૂરા ભારત દેશની આર્થિક રાજધાનીમાં શિવાજી પાર્ક ખાતે તા. ૨૮ના સાંજે ૬.૪૦ કલાકે સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેનું જૂનું સ્વપ્ન સાકાર થયું. મહારાષ્ટ્ર રાજ્યના ૧૮મા મુખ્ય પ્રધાન તરીકે શ્રી ઉદ્ધવસાહેબ ઠાકરે મરાઠા સામ્રાજ્યથી પુનઃ પ્રકાશમાં આવ્યા. તે વખતે શપથ સમયની કુંડળી મુજબ વૃષભ લગ્ન છે. સ્થિર, પુષ્ઠોદય રાશિ, ગૌધુલી સમયમાં લેવાયેલ શપથ જ્યોતિષાચાર્યો શુભ-શુકનવંતા માને છે પરંતુ લગ્નેશ શુક્ર-અષ્ટમ ભાવમાં ચંદ્ર, પણ તેની સાથે સાથોસાથ ગુરુ, શનિ, કેતુ પાંચ ગ્રહોની યુતિ-તેની ઉપર રાહુની દૃષ્ટિ પડવાથી શુભ માનવામાં આવતી નથી, કારણ કે લગ્નનું બળ કંઈક અંશે ઘટે છે અને કર્મસ્થાન માલિકનો શનિ પણ આઠમે જેની ત્રીજી દષ્ટિ દસમા સ્થાને પડવાથી સારું માનવામાં આવતું નથી. દસમ સ્થાન રાજસત્તા માન-સન્માન મોભો માટેનું ગણાય છે. તે સ્થાન બગડવાથી શુભ માનવામાં આવતું નથી. જાણીતા જ્યોતિષ આશિષ રાવલના જણાવ્યા અનુસાર સત્તાનો કારક સૂર્ય સાતમા ઘરમાં(વૃશ્ચિક રાશિ) રહી (પ્રજા ઘરમાં) બિરાજમાન હોઈ તેને કારણે અણધાર્યા, અકસ્માત, અચાનક, અસંતોષ પરિણામ મળવાની પ્રબળ સંભાવના રહેલ છે, જે પક્ષ માટે માનસિક ચિંતા અપાવી શકે માટે સમયસૂચકતા મુજબ, ચપળતા, સાવધાની, કુનેહ અને ચાણક્ય બુદ્ધિ વાપરવી પડે! વિરોધ પક્ષોનો વંટોળ વધુ સતાવતો જોવા મળે. આગામી તા.૧૬ ડિસેમ્બરથી સૂર્યગ્રહ ધન રાશિમાં પરિભ્રમણ પ્રવેશ કરશે ત્યાં સુધીનો સમય સરકાર માટે માથાનો દુખાવો બની રહે. વાણી ઘરમાં રાહુ બિરાજમાન હોય, માટે સત્તાધીશોએ વાણી વાપરતાં પહેલાં અવશ્ય વિચાર કરવો જ રહ્યો, માટે વધુ સાવધાની રાખવી.

uddhav thackeray astrology