ચંદ્રગહણ સમયે કેમ બંધ રખાય છે મંદિરના દરવાજા

16 July, 2019 07:40 PM IST  | 

ચંદ્રગહણ સમયે કેમ બંધ રખાય છે મંદિરના દરવાજા

મંગળવાર મોડી રાત્રે વર્ષ 2019નું બીજુ અને છેલ્લુ ચંદ્રગ્રહણ દેખાશે. આ ચંદ્રગહણ એશિયા, દક્ષિણ અમેરિકા, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સહિતની જગ્યાઓ પર જોવા મળશે. આ ચંદ્રગ્રહણ મંગળવાર રાત્રે 1;30 વાગ્યે શરૂ થશે. જે સવારે 4:30 વાગ્યા સુધી રહેશે. ભારતીય પરંપરા અનુસાર ગ્રહણ સમયે તમામ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને ગ્રહણ પૂર્ણ થયા પછી મંદિરની સાફ સફાઈ કરવામાં આવે છે.

ચંદ્રગ્રહણ પછી સાફ સફાઈ બાદ જ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. માનવામાં આવે છે કે જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે ચંદ્રમાંથી નીકળતી નકારાત્મક તરંગોના સંપર્કમાં આવતી બધી જ વસ્તુઓ અપવિત્ર થઈ જાય છે. મંદિરના સંપર્કમાં આવતા મંદિરનું પરિસર, પૂજાની સામગ્રીઓ પણ અશુદ્ધ થઈ જાય છે જેના કારણે ગ્રહણ પછી ભગવાનની પ્રતિમાને સ્નાન કરવાય છે અને પછી જ ભક્તો મંદિરમાં દર્શન કરી શકે છે.

આ પણ વાંચો: મુંબઈ નજીકની જગ્યાઓ જે રોમાંચ, રોમાન્સ અને એડવેન્ચર માટે છે પરફેક્ટ

જુની માન્યતાઓની માનીએ તો, જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે તેના કિરણોથી વાતાવરણમાં નકારાત્મકતા ફેલાય છે જેની અસર લોકો પર થાય છે ખાસ કરીને કમજોર હ્રદય વાળા લોકો આ કિરણોની અસર જલદીથી જોવા મળે છે. પહેલાના સમયમાં નકારાત્મકતાથી બચવા માટે લોકો ઘરમાંથી નીકળવાનું ટાળતા. આજે પણ આપણે ગ્રહણ વખતે વડીલો બહાર ન જવા માટે કહેતા હોય છે. આ જ કારણ છે મંદિરમાં નકારાત્મકતા ન ફેલાય તે માટે મંદિરના કપાટ બંધ રાખવામાં આવે છે.

astrology gujarati mid-day