શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરો આ સાત કામ, થઈ શકે છે નુક્સાન

25 July, 2019 03:38 PM IST  |  મુંબઈ

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરો આ સાત કામ, થઈ શકે છે નુક્સાન

ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનાની શરૂઆત ટૂંક સમયમાં જ થવાની છે. ભક્તોએ ભગવાન શિવની પૂજા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથનો મહિનો ગણાય છે. આ મહિના દરમિયાન ચારેય તરફ ભક્તિનો માહોલ સર્જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે અન્ય દિવસોની અપેક્ષાએ શ્રાવણ મહિનામાં શિવની પૂજા કરવાથી શિવ ઝડપથી પ્રસન્ન થાય છે. સાથે જ આ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી અનેક ગણો ફાયદો થાય છે. પૂજા દરમિયાન કેટલીકવાર ઘણી ભૂલો પણ કરવામાં આવે છે. ત્યારે ભગવાન શિવની પૂજા કરતા સમયે ખાસ સાવધાની રાખવી જોઈએ.

1) શ્રાવણ મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજીનો ત્યાગ કરવો યોગ્ય મનાય છે, કારણ કે શ્રાવણ મહિનામાં લીલા શાકભાજી ખાવાથી પિત્તની માત્રા વધી જાય છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં કીટાણુઓની સંખ્યા વધી જાય છે, જે આરોગ્ય માટે હાનિકારક છે, એટલે પણ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા યોગ્ય નથી.

2) શિવલિંગ પુરુષ તત્વ સાથે સંબંધિત છે, એટલે ક્યારેય શિવલિંગ પર હળદર ન ચડાવવી જોઈએ.

3) શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન કરવું જોઈએ. આ સમય દરમિયાન માંસ, મદિરા, ડુંગળી, અને લસણ ન ખાવા જોઈએ.

4) સ્રાવણ મહિનામાં દૂધ પણ ન પીવું જોઈએ.એટલે જ શ્રાવણમાં દૂધથી અભિષેક કરવામાં આવે છે. વિજ્ઞાન મુજબ દૂધથી પણ પિત્તમાં વધારો થાય છે.

5) શ્રાવ મહિનામાં રિંગણ પણ ન ખાવું જોઈએ. વૈજ્ઞાનિક કારણ પ્રમાણે શ્રાવણ મહિનામાં રિંગણમાં કીડા થવા લાગે છે, જેનાથી તમારું આરોગ્ય કથળી શકે છે.

6) શ્રાવણ મહિનામાં કોઈનું અપમાન ન કરો અને કોઈ પણ પ્રકારના ખરાબ વિચાર ન કરો.

7) જો ઘરના દરવાજે ગાય આવે તો તેને મારીને ભગાવો નહીં, પરંતુ ભોજન કરાવો.

life and style news