હવે વેબ-સિરીઝ નથુરામ ગોડસે પર

23 January, 2020 04:21 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ

હવે વેબ-સિરીઝ નથુરામ ગોડસે પર

હવે વેબ-સિરીઝ નથુરામ ગોડસે પર

દેશને આઝાદી અપાવનારા બાપુની હત્યા કરનારા નથુરામ ગોડસે પર હવે વેબ-સિરીઝ બનશે, જે જાણીતા લેખક મનોહર માળગાંવકરની બુક ‘ધી મૅન હૂ કિલ્ડ ગાંધી’ પર આધારિત છે. નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી, પણ એ હત્યા કરવાનો વિચાર તેને કઈ ઘટનાથી આવ્યો, કઈ રીતે એનું આખું પ્લાનિંગ થયું, એ પ્લાનિંગ દરમ્યાન કોણે-કોણે
સાથ આપ્યો એ આખી વાતનો સમાવેશ આ વેબ-સિરીઝમાં કરવામાં આવશે. પ્રોડ્યુસર અબાડન્સિયા એન્ટરટેઇનમેન્ટનો દાવો છે કે અગાઉ નથુરામ ગોડસે પર જેકોઈ ફિલ્મ કે સિરિયલ બની છે એના કરતાં આ વેબ-સિરીઝમાં ઘણી નવી અને આગળની વાતો હશે. જે બુકના રાઇટ્સ લેવામાં આવ્યા છે એ બુક ‘ધી મૅન હૂ કિલ્ડ ગાંધી’ માટે મનોહર માળગાંવકરે લગભગ ૭ વર્ષ રિસર્ચ કર્યું હતું અને ૧૦૦થી વધુ લોકોને રૂબરૂ મળવા ઉપરાંત દિલ્હી કોર્ટમાંથી આ કેસની તમામ વિગતો ઑફિશ્યલ મેળવી હતી.

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

‘ધી મૅન હૂ કિલ્ડ ગાંધી’માં ગાંધીજીના કૅરૅક્ટરને બૅલૅન્સ કરવાનો પ્રયાસ થયો છે પણ સાથોસાથ નથુરામ ગોડસે પણ ખોટો નહોતો એ પણ સ્પષ્ટ કરવાનો ભરપૂર પ્રયાસ થયો હતો. ૧૯૭૮માં આ બુક જ્યારે પબ્લિશ થઈ ત્યારે પણ ખૂબ વિવાદ થયો હતો.
નથુરામ ગોડસે પર આધારિત આ સિરિયલ નેટફ્લિક્સ પર રજૂ થાય એવી સંભાવના છે. અત્યારે નથુરામના કૅરૅક્ટર માટે ઍક્ટર શોધવાનું કામ ચાલે છે. આ રેસમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ આગળ છે.

mahatma gandhi web series