પ્યાર તુને ક્યા કિયા અને પિરિયડ્સ

24 December, 2020 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્યાર તુને ક્યા કિયા અને પિરિયડ્સ

પ્રેમ અને પિરિયડ્સને શો સંબંધ? જો તમારા મનમાં પણ આવો જ પ્રશ્ન જાગતો હોય તો તમારે ઝિંગ ટીવીના ડિજિટલ પ્લૅટફૉર્મ પર એટલે કે ઝીફાઇવ પર ‘પ્યાર તુને ક્યા કિયા’ની નવી સીઝન જોવી જોઈએ. છ વર્ષમાં આ વેબસિરીઝની દસ સીઝન આવી ગઈ છે, જે યુથ અને ટીનેજર્સે ખૂબ વખાણી છે. આ વખતે પણ આ વેબ-સિરીઝને ખાસ ટીનેજર્સ અને યુથને ધ્યાનમાં રાખીને જ ડેવલપ કરીને પિરિયડ્સ જેવા અતિ સેન્સિટિવ વિષયને પણ એમાં સાંકળી લેવામાં આવ્યો છે. મેન્સ્ટ્રુઅલ સાઇકલ દરમ્યાન મનમાં આવતાં ઉદ્વેગ અને અકળામણ વચ્ચે સંબંધોને કેવી અસર થતી હોય છે એ વાતને ‘પ્યાર તુને ક્યા કિયા’માં દર્શાવવામાં આવી છે.

‘પ્યાર તુને ક્યા કિયા’ની આ સીઝનમાં કુલ પંદર એપિસોડ છે, જેમાંથી પાંચ એપિસોડમાં આ પ્રકારના સેન્સિટિવ સબ્જેક્ટ્સ લેવામાં આવ્યા છે. એક કલાકનો એક એપિસોડ હોવાથી આ સીઝનમાં કુલ પંદર લવ સ્ટોરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

entertainment news web series zee tv