‘ખ્વાબોં કે પરિન્દે’ તમને તમારા બેસ્ટ ફ્રેન્ડની યાદ અપાવશે

03 June, 2021 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેબ-સિરીઝની ઍક્ટ્રેસ આશા નેગી કહે છે, ‘આ શો આશા-સપનાંઓને નવેસરથી જગાડવાનું કામ કરે છે’

આશા નેગી

એકધારા સાઠ દિવસ સુધી ઑસ્ટ્રેલિયામાં શૂટ થયેલા વૂટ સિલેક્ટની વેબ સિરીઝ ‘ખ્વાબોં કે પરિન્દે’ની લીડ ઍક્ટ્રેસ આશા નેગીનું કહેવું છે કે લાઇફમાં જ્યારે તમે તૂટ્યા હો ત્યારે તમને ઊભા કરવાનું કામ ફ્રેન્ડ્સ જ કરી શકે અને એ જ વાતને આ શોમાં કહેવામાં આવી છે. ‘ખ્વાબોં કે પરિન્દે’ ત્રણ ફ્રેન્ડ્સની વાત કરે છે જેમેલબર્નથી પર્થની રોડ ટ્રિપ પર નીકળે છે અને એ રોડ ટ્રિપ પર તમામના જીવનની એવી વાતો બહાર આવે છે જેણે તેમની ઓરિજિનાલિટી છીનવી લીધી છે. આશા કહે છે, ‘હોપ અને ડ્રીમ્સને નવેસરથી જગાડવાનું કામ એ જ કરી શકે જે તમારી નજીક હોય અને તમારી એકેક વાતને જાણતું હોય.’

entertainment news Web Series web series asha negi