વીર દાસનો આઉટસાઇડ ઇન શો નેટફ્લિક્સ પર

01 December, 2020 07:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીર દાસનો આઉટસાઇડ ઇન શો નેટફ્લિક્સ પર

નેટફ્લિક્સ પર ચાર સ્ટૅન્ડ-અપ કૉમેડી અને એક ડાર્ક-કૉમેડી ફિક્શન શો ‘હસમુખ’ રિલીઝ થયા બાદ કૉમેડિયન-ઍક્ટર વીર દાસની લૉકડાઉન સ્પેશ્યલ કૉમેડી ‘આઉટસાઇડ ઇન’ આ પ્લૅટફૉર્મ પર જોવા મળશે. વીર દાસે લૉકડાઉન દરમ્યાન ચૅરિટી માટે ફન્ડ એકઠું કરવાના હેતુથી ૩૦ વર્ચ્યુઅલ લાઇવ શો કર્યા હતા, જેમાંથી ૫૦ મિનિટનો શો બનાવીને એને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે.

વીર દાસે મુંબઈની નાનકડી રૂમમાં બેઠાં-બેઠાં વિશ્વના દરેક ખૂણામાંથી આવેલા દર્શકો સાથે વાતો કરી છે અને ખાસ તો ‘લૉકડાઉન પૂરું થયા બાદ તમે પહેલી વસ્તુ શું કરશો?’ એના જવાબ પરથી વીર કૉમેડી કરતો જોવા મળશે.

વીર દાસે જણાવ્યા મુજબ ‘આ વર્ષે મેં કોઈ કૉમેડી સ્પેશ્યલ શો કરવાનું વિચાર્યું નહોતું. જોકે ૨૦૨૦ને તમારા પ્લાનથી ક્યાં કંઈ લેવા-દેવા છે? આ ચૅરિટી સ્પેશ્યલ શો ફક્ત એક પ્રયોગ હતો અને હું ખુશ છું કે નેટફ્લિક્સને કન્ટેન્ટ પસંદ આવ્યું છે જે ૨૦૦ દેશોના લોકો સુધી પહોંચશે.’

વીર દાસની લૉકડાઉન સ્પેશ્યલ કૉમેડી ‘આઉટસાઇડ ઇન’ ૧૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

entertainment news netflix