રોમૅન્ટિક અવતારમાં જોવા મળશે વિક્રમ સિંહ ચૌહાણ

22 April, 2021 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોનું નામ હજી સુધી ફાઇનલ કરવામાં નથી આવ્યું

વિક્રમ સિંહ ચૌહાણ

વિક્રમ સિંહ ચૌહાણ બહુ જલદી રોમૅન્ટિક અવતારમાં જોવા મળશે. તે હવે ડિઝની + હૉટસ્ટારની વેબ-સિરીઝમાં જોવા મળવાનો છે. આ શોનું નામ હજી સુધી ફાઇનલ કરવામાં નથી આવ્યું. આ શોમાં ઓલ્ડ સ્કૂલ રોમૅન્સને દેખાડવામાં આવશે. તેના પાત્ર ચત્તિસ વિશે વાત કરતાં વિક્રમે કહ્યું હતું કે ‘ચત્તિસનું પાત્ર ભજવવાની મને ખૂબ જ મજા આવી હતી. આ શોની સ્ટોરી બે પ્રેમીઓ વચ્ચેની હોય છે જેમાં ઘણા પ્રૉબ્લેમ આવે છે. ચત્તિસ પ્રેમમાં વિશ્વાસ કરતો હોય છે, પરંતુ સામેની વ્યક્તિ કમિટમેન્ટ આપતાં ડરે છે. હું રિયલ લાઇફમાં પણ ઓલ્ડ સ્કૂલ રોમૅન્ટિક છું જેવો હું સ્ક્રીન પર જોવા મળીશ. આ શોમાં પહેલેથી લઈને છેલ્લે સુધી મારું પાત્ર ઘણી ઇમોશનલ ઘડીમાંથી પસાર થશે અને એથી જ હું એ ભજવવા માટે ખૂબ જ ઉત્સાહી હતો. મૈના અને ચત્તિસનો રોમૅન્સ લોકો જુએ એ માટે હું ખૂબ જ આતુર છું.’

entertainment news Web Series web series