વિદ્યુતની ઊંચી ઊડાન

30 September, 2021 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દશેરા દરમ્યાન તેની ‘સનક’ને ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલની ‘સનક : હોપ અન્ડર સીજ’ દશેરામાં એટલે કે ૧૫ ઑક્ટોબરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રુક્મિણી મૈત્રા, નેહા ધુપિયા અને ચંદન રૉય સન્યાલ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને કનિષ્ક વર્માએ ડિરેક્ટ અને વિપુલ શાહે ઝી સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ વિશે વિપુલ શાહે કહ્યું હતું કે ‘મને ‘સનક : હોપ અન્ડર સીજ’ની રિલીઝની તારીખ જાહેર કરવાની ખુશી છે. આ ફિલ્મને અમે કોવિડ-19ના અઘરા સમયમાં શૂટ કરી હતી. આ બધી મહેનત કરવાનો અમારો એક જ ઉદ્દેશ હતો કે અમે લોકોને મનોરંજન પૂરું પાડીએ. ફરી એક વખત અમે ‘કમાન્ડો’ની સિરીઝ કરતાં પણ દિલધડક ઍક્શન લઈને આવવાના છીએ. મને પૂરો વિશ્વાસ છે કે અમે એમાં સફળ થઈશું. આ એક હૉસ્ટેજ ડ્રામા છે જેને પૂરી રીતે એક્સપ્લોર નથી કરવામાં આવ્યો. એક હૉસ્પિટલની અંદર ઍક્શન અને ડ્રામાને જોવાં ઇન્ટરેસ્ટિંગ રહેશે. આ તારીખ તમારી સૌની સાથે શૅર કરવાની મને ખુશી છે. ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવા માટે અમે આતુર છીએ. આશા છે કે દર્શકો પાસેથી અમને ભરપૂર પ્રેમ મળશે.’

ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યુતે કૅપ્શન આપી હતી કે ‘એક બાર સનક ગઈ ના તો... આ વાક્ય પૂરું કરો. ‘સનક’ ૧૫ ઑક્ટોબરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે.’

 

vidyut jamwal hotstar entertainment news