પ્રતીક બબ્બર અને લારા દત્તા સ્ટારર વેબ-સિરીઝમાં વાહબિઝ દોરાબજી પણ

23 April, 2021 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીવી-ઍક્ટ્રેસે અગાઉ ‘હમારી બહૂ રજનીકાંત’ અને ‘દો પ્યાર કી એક કહાની’ સિરિયલ કરી હતી

વાહબિઝ દોરાબજી

મૉડલ ટર્ન્ડ ઍક્ટ્રેસ એવી વાહબિઝ દોરાબજી એક નાનકડા બ્રેક પછી ફરીથી સ્મૉલ સ્ક્રીન પર પાછી આવે છે, પણ આ વખતે તેણે ટીવીને બદલે વેબ-સિરીઝની દુનિયા પકડી છે. અગાઉ ‘હમારી બહૂ રજનીકાંત’ અને ‘દો પ્યાર કી એક કહાની’માં લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળેલી વાહબિઝ આ વખતે લારા

દત્તા અને પ્રતીક બબ્બર સ્ટારર વેબ-સિરીઝમાં જોવા મળશે. ‘કૅઝ્‍યુઅલ’ની રીમેક એવી આ વેબ-સિરીઝમાં સિંગલ મધરે કેવી-કેવી હાલાકી ભોગવવી પડે છે અને તે એ હાલાકીમાંથી કેવી રીતે

બહાર આવે છે એની વાત કહેવામાં આવી છે. ‘કૅઝ્‍યુઅલ’ લાયન્સગેટ પ્લસે પ્રોડ્યુસ કરી હતી, જેના ઑફિશ્યલ રાઇટ્સ લઈને આ વેબ-સિરીઝ જાર પિક્ચર્સ બનાવે છે.

કૉમેડી ડ્રામા એવી આ સિરીઝમાં વાહબિઝ લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે તો તેની સાથે લારા દત્તા અને પ્રતીક બબ્બર ઉપરાંત પ્રિયંકા ચોપડાની કાકાની દીકરી મીરા ચોપડા, દિવ્યા શેઠ, ખાલીદ સિદ્દીકી અને મેયાંગ ચાંગ જેવા ઍક્ટરો પણ જોવા મળશે.

entertainment news Web Series web series Rashmin Shah