પોતાના ડ્રીમ-કોસ્ટાર રણદીપ સાથે શૂટિંગ શરૂ કર્યું ઉર્વશીએ

17 January, 2021 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના ડ્રીમ-કોસ્ટાર રણદીપ સાથે શૂટિંગ શરૂ કર્યું ઉર્વશીએ

રણદીપ સાથે ઉર્વશી

ઉર્વશી રાઉતેલાએ રણદીપ હૂડા જેને તે પોતાનો ડ્રીમ-કોસ્ટાર ગણે છે તેની સાથે કામ શરૂ કર્યું છે. તેમણે વેબ-સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ વેબ-સિરીઝ ઉત્તર પ્રદેશની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત છે. રણદીપ હૂડા પોલીસના રોલમાં જોવા મળવાનો છે. શોને નીરજ પાઠક ડિરેક્ટ કરી રહ્યા છે. આ શોમાં મહેશ માંજરેકર, રજનીશ દુગ્ગલ, ગોવિંદ નામદેવ અને અધ્યયન સુમન પણ જોવા મળશે. શૂટિંગ શરૂ કરવાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઉર્વશીએ કૅપ્શન આપી હતી કે ‘કાંટે બહોત દેખ લિએ, અબ સરકારી બંદૂક કી ગરમી દિખાએંગે. આજથી ડ્યુટી પર રિપોર્ટ કરું છું. ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ને જિયો સ્ટુડિયોઝ પ્રોડ્યુસ અને નીરજ પાઠક ડિરેક્ટ કરે છે. મારા ડ્રીમ-કોસ્ટાર અને એક એવી વ્યક્તિ જે ફિલ્મો પસંદ કરવામાં ખૂબ સમજદાર છે એ રણદીપ હૂડાની સાથે કામ કરી રહી છું.’

entertainment news web series urvashi rautela randeep hooda