કીર્તિ કુલ્હારી ક્રિમિનલ જસ્ટિસની બીજી સીઝનમાં

24 April, 2020 06:31 PM IST  |  Mumbai | Nirali Dave

કીર્તિ કુલ્હારી ક્રિમિનલ જસ્ટિસની બીજી સીઝનમાં

કીર્તિ કુલ્હારી

‘પિન્ક’, ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘ઇન્દુ સરકાર’, ‘મિશન મંગલ’ જેવી ફિલ્મોથી જાણીતી બનેલી અભિનેત્રી કીર્તિ કુલ્હારી ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ બાદ વધુ એક વેબ-શો કરવાની છે. હૉટસ્ટારની સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ’ની બીજી સીઝનમાં તે લીડ રોલમાં જોવા મળશે. તિગ્માંશુ ધૂલિયા નિર્દેશિત ‘ક્રિમિનલ જસ્ટિસ’ની પહેલી સીઝનમાં પંકજ ત્રિપાઠી, વિક્રાંત મેસી, રુચા ઈનામદાર, જગત રાવત, અનુપ્રિયા ગોએન્કા, જૅકી શ્રોફ જેવા કલાકારો હતા. બીજી સીઝનમાં કીર્તિ કુલ્હારી, પંકજ ત્રિપાઠી, મીતા વશિષ્ઠ, અનુપ્રિયા ગોએન્કા મુખ્ય કલાકારો છે.

પહેલી સીઝનમાં કૅબ-ડ્રાઇવર પર મર્ડરના આરોપ બાદ તે ગિલ્ટી છે કે નહીં એની આસપાસ આખી વાર્તા ફરે છે. તો બીજી સીઝનની વાર્તા ફીમેલ પૉઇન્ટ ઑફ વ્યુથી કહેવામાં આવશે. એક મહિલા પોતાના પતિના ત્રાસથી કંટાળીને તેનું ખૂન કરી નાખે છે અને એ પછી મુશ્કેલ ટ્રાયલ શરૂ થાય છે. બીજી સીઝનને અર્જુન મુખરજી અને રમેશ સિપ્પી બનાવી રહ્યા છે.

entertainment news kirti kulhari web series