કોવિડની લોકો પર થયેલી અસર પર પ્રકાશ પાડશે ‘અનપૉઝ્ડ : નયા સફર’

07 January, 2022 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘અનપૉઝ્ડ : નયા સફર’ આ ઍન્થોલૉજીમાં દેખાડવામાં આવશે કે કોવિડને કારણે લોકો પર કેવી માઠી અસર પડી છે.

કોવિડની લોકો પર થયેલી અસર પર પ્રકાશ પાડશે ‘અનપૉઝ્ડ : નયા સફર’

‘અનપૉઝ્ડ : નયા સફર’ આ ઍન્થોલૉજીમાં દેખાડવામાં આવશે કે કોવિડને કારણે લોકો પર કેવી માઠી અસર પડી છે. આ શો ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૨૧ જાન્યુઆરીએ શરૂ થશે. શોમાં સાકિબ સલીમ, શ્રેયા ધન્વંતરી, નીના કુલકર્ણી અને પ્રિયાંશુ પેનયુલી જોવા મળશે. આ ઍન્થોલૉજીમાં પાંચ સ્ટોરી જોવા મળશે. ‘તીન તિગડા’ જેને રુચિર અરુણે ડિરેક્ટ કરી છે. ‘ધ કપલ’ નૂપુર અસ્થાનાએ બનાવી છે. ‘ગોંદ કે લડ્ડુ’ને શિખા મકને, ‘વૉર રૂમ’ને અયપ્પા કે. એમ. અને ‘વૈકુંઠ’ને નાગરાજ મંજુલેએ ડિરેક્ટ કરી છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ભારતની હેડ અપર્ણા પુરોહિતે કહ્યું હતું કે ‘આ વર્ષની જર્ની ‘અનપૉઝ્ડ : નયા સફર’ સાથે શરૂ કરવાની ખુશી છે. આની સ્ટોરીમાં કપરા સમયમાં આશા, સકારાત્મકતા અને પ્રેરણા રાખવાની છે. દેશના દમદાર કલાકારોને એક પ્લૅટફૉર્મ આપવાના અમારા વચનને આ સિરીઝ પૂરું કરે છે.’

Web Series entertainment news