એકતા કપૂરની વેબ-સિરીઝમાં સાયન્ટિસ્ટ બનશે સાક્ષી તન્વર

23 January, 2020 04:34 PM IST  |  Mumbai

એકતા કપૂરની વેબ-સિરીઝમાં સાયન્ટિસ્ટ બનશે સાક્ષી તન્વર

સાક્ષી તન્વર

એકતા કપૂરની વેબ-સિરીઝ ‘M.O.M. - મિશન ઓવર માર્સ’માં સાક્ષી તન્વર એક સાયન્ટિસ્ટનું પાત્ર ભજવતી જોવા મળશે. ALT Balajiના આ શોમાં ઇન્ડિયન સ્પેસ એજન્સીની ચાર મહિલા વૈજ્ઞાનિકોના મિશનની જર્નીને દેખાડવામાં આવશે. સાક્ષી સાયન્ટિસ્ટ નંદિતાના પાત્રમાં જોવા મળશે. સાક્ષી એક આ મિશનની સ્ટ્રિક્ટ કો-ઑર્ડિનેટર છે. તે પોતાના કામને લઈને સખત તો છે જ, પરંતુ સાથે જ એક કૅ‌‌રિંગ માતા પણ છે. મોના સિંહ, નિધિ સિંહ અને પલોમી ઘોષ પણ આ શોમાં જોવા મળશે.

આ વેબ-સિરીઝ વિશે વધુ જણાવતાં સાક્ષીએ કહ્યું હતું કે ‘આ ‘M.O.M. - મિશન ઓવર માર્સ’ એક સંપૂર્ણ મહિલાપ્રધાન વેબ-સિરીઝ છે. હું ખૂબ ખુશ છું કે ALT Balajiએ મને નંદિતા હરિપ્રસાદનું પાત્ર ઑફર કર્યું જે ઇન્ડિયન સ્પેસ એજેન્સીમાં એક સિનિયર સાયન્ટિસ્ટ છે. આ વેબ-સિરીઝમાં દેખાડવામાં આવશે કે આજની મહિલા અશક્ય વસ્તુને પણ પામી શકે છે અને કોઈ પણ સ્થિતિમાં કામ કરી શકે છે.

આ પણ વાંચો : મારી લાઇટ આઇઝને કારણે મારી પાસે નેગેટિવ રોલ્સની ઑફર્સ વધુ આવે છે: માનસી શ્રીવાસ્તવ

મને આશા છે કે લોકોને આ વેબ-સિરીઝ પસંદ પડશે. સિરીઝની કાસ્ટની વાત કરું તો તેમણે સ્ટ્રૉન્ગ કૅરૅક્ટર્સ ભજવ્યાં છે અને મહિલાઓના વજૂદને પણ જાળવી રાખ્યું છે.’

web series sakshi tanwar ekta kapoor television news