લાલુપ્રસાદ યાદવ બનવા ૧૨ કિલો વજન વધાર્યું

22 December, 2020 05:25 PM IST  |  Mumbai | Nirali Dave

લાલુપ્રસાદ યાદવ બનવા ૧૨ કિલો વજન વધાર્યું

સોહમ શાહ

સોનીનું ડિજિટલ પ્લૅટફૉર્મ સોની લિવ હવે પૉલિટિકલ ડ્રામા લઈને આવવાનું છે. હાલમાં આ વેબ-સિરીઝનું શીર્ષક ‘મહારાણી’ રાખવામાં આવ્યું છે જેમાં ‘તુમ્બાડ’ ફેમ સોહમ શાહ અને ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’, ‘દેઢ ઇશ્કિયાં’ ફેમ હુમા કુરેશી લીડ રોલમાં જોવા મળશે. સુભાષ કપૂર નિર્દેશિત આ સિરીઝનું શૂટિંગ હાલમાં ભોપાલમાં થઈ રહ્યું છે અને એ આવતા વર્ષે રિલીઝ થવાની શક્યતા છે. આ શોની રસપ્રદ વાત એ છે કે એમાં રમૂજી વ્યક્તિત્વ ધરાવતા રાજકારણી લાલુપ્રસાદ યાદવનું પાત્ર જોવા મળશે અને એ રોલ સોહમ શાહ ભજવવાનો છે. સોહમ શાહે આ રોલ માટે ૧૨ કિલો વજન વધાર્યું છે અને મેજર ટ્રાન્સફૉર્મેશનમાંથી પસાર થયો છે. લાલુપ્રસાદ યાદવની જર્ની ઘણી ઘટનાત્મક રહી છે ત્યારે સોહમ શાહને એ રોલમાં જોવું રસપ્રદ બનશે.

નોંધનીય છે કે સોહમ શાહ હૉરર-થ્રિલર ફિલ્મ ‘તુમ્બાડ’ને કારણે ચર્ચામાં આવ્યો છે અને છેલ્લે તે ઇમરાન હાશ્મીની વેબ-સિરીઝ ‘બાર્ડ ઑફ બ્લડ’માં જોવા મળ્યો છે. આ ઉપરાંત અભિષેક બચ્ચનની ફિલ્મ ‘બિગ બુલ’માં પણ તે મહત્ત્વના રોલમાં જોવા મળશે.

entertainment news web series sony entertainment television