‘હ્યુમન’ને પૂરતો ન્યાય આપવા ફિલ્મની જગ્યાએ સિરીઝ બનાવી વિપુલ શાહે

24 December, 2021 05:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિપુલ શાહે મેડિકલના વિશ્વને સચોટતાથી દેખાડવા માટે ‘હ્યુમન’ની ફિલ્મ નહીં, પરંતુ સિરીઝ બનાવી છે.

‘હ્યુમન’ને પૂરતો ન્યાય આપવા ફિલ્મની જગ્યાએ સિરીઝ બનાવી વિપુલ શાહે

વિપુલ શાહે મેડિકલના વિશ્વને સચોટતાથી દેખાડવા માટે ‘હ્યુમન’ની ફિલ્મ નહીં, પરંતુ સિરીઝ બનાવી છે. શોને વિપુલ શાહે અને મોઝેઝ સિંહે ડિરેક્ટ કર્યો છે. વિપુલ શાહે એને પ્રોડ્યુસ પણ કર્યો છે. આ શોમાં શેફાલી શાહ સર્જ્યનના લીડ રોલમાં છે. આ સિરીઝમાં મેડિકલ જગતનાં અણધાર્યાં રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં આવશે. આ શો ડિઝની+હૉટસ્ટાર પર ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે. આ સિરીઝ વિશે વિપુલ શાહે કહ્યું હતું કે ‘મેં ‘હ્યુમન’ના વિષય પર ફિલ્મ તરીકે ૩ વર્ષ સુધી સ્ક્રિપ્ટ લખી હતી. બાદમાં મને એવો અહેસાસ થયો કે આ વિષય એટલો તો બહોળો છે કે એની ફિલ્મની સ્ક્રિપ્ટ લખીએ તો માત્ર બેથી અઢી કલાકમાં પૂરી થઈ જશે. મેં જ્યારે આ સ્ક્રિપ્ટ મોઝેઝ સિંહને આપી તો તેણે વાંચી અને એને એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગી. એથી મોઝેઝ સિંહ ઈશાની બૅનરજીને લઈ આવ્યો. બાદમાં સ્તુતિ નાયર અને આસિફ મોયલે મળીને આ શો માટે લખવાનું શરૂ કર્યું. અમારી ઇચ્છા હતી કે અમે મેડિકલના વિશ્વને યોગ્ય રીતે દેખાડીએ. સાથે જ એ ચોક્કસ કૅરૅક્ટર્સની પર્સનલ રિલેશનશિપ્સ અને તેમના વિવાદ પર પણ પ્રકાશ પાડવામાં આવશે. અમને વિશ્વાસ અને આશા છે કે દર્શકો એની સ્ટોરી પ્રત્યે આકર્ષિત થશે.’

entertainment news Web Series