મિની પાસે વેબ-સિરીઝની અઢળક ઑફર, પણ...

22 January, 2020 01:28 PM IST  |  Mumbai | Rashmin Shah

મિની પાસે વેબ-સિરીઝની અઢળક ઑફર, પણ...

અશનૂર કૌર

 

 

 

 

સોની ટીવી પર આવતી અને ટ્રેન્ડસેટર બની ગયેલી સિરિયલ ‘પટિયાલા બેબ્સ’ની મિની એટલે કે અશનૂર કૌરના પર્ફોર્મન્સને જોઈને તેની પાસે અનેક વેબ-સિરીઝની ઑફર આવી રહી છે, પણ એ બધા વચ્ચે પણ મિની એટલે કે અશનૂરે માત્ર રાજી થઈને પેટ ભરી લેવાનું છે. કારણ એ છે કે અશનૂર પોતાની આ સિરિયલ સિવાય બીજું કશું કરી શકે એમ નથી. સિરિયલમાં માબાપને મારવામાં આવ્યાં એ પછી હવે મિની આધારિત સિરિયલ બની ગઈ હોવાથી ચૅનલ અને પ્રોડક્શન-હાઉસે અશનૂરને નવું કામ લેવાની ના પાડી છે. પોતે જ્યારે સતત શોમાં બિઝી હોય ત્યારે ઍક્ટર કામ પણ શું કામ લે.

આ પણ વાંચો : સ્ટૅમ્પ પેપર સ્કૅમ આધારિત સિરીઝમાં રોહિત રૉય લીડ રોલમાં

અશનૂરે છેલ્લા દોઢ મહિનામાં પાંચ વેબ-શોની ના પાડવી પડી છે, તો સામા પક્ષે એવા પણ છે જેઓ અશનૂર ફ્રી થાય એની રાહ જોવા રાજી છે. અશનૂરની રાહ જોવા માટે ઊભા રહેલા બન્ને શો કૉલેજ-લાઇફ અને કૉલેજ-સ્ટુડન્ટ્સ પર આધારિત છે, જેને માટે અશનૂર એકદમ પર્ફેક્ટ કાસ્ટિંગ છે.

television news web series Rashmin Shah