સ્ટૅમ્પ પેપર સ્કૅમ આધારિત સિરીઝમાં રોહિત રૉય લીડ રોલમાં

Updated: Jan 22, 2020, 13:28 IST | Ahmedabad

રોહિતનું પાત્ર આ સિરીઝમાં એક યુવાનથી લઈને પંચાવન વર્ષની ઉંમરની વ્યક્તિ સુધીનું રહેશે

રોહિત રૉય
રોહિત રૉય

અઢળક હિન્દી ફિલ્મો અને સિરિયલો કરી ચૂકેલો જાણીતો અભિનેતા રોહિત રૉય હવે ઓટીટી ડિજિટલ પ્લૅટફૉર્મ ઉલ્લુની આગામી વેબ-સિરીઝ ‘પેપર’માં જોવા મળવાનો છે.

હાલ સ્ટાર પ્લસ પર ચાલી રહેલી ‘સંજીવની’ સિરિયલમાં તે વર્ધાન મખીજાનું પાત્ર ભજવી રહ્યો છે. ઉલ્લુની વેબ-સિરીઝ ‘પેપર’ની વાર્તા નેવુંના દાયકામાં આકાર લેશે જેમાં એક ગામડાના ભણેલાગણેલા છોકરાની વાહ હશે જે પોતાનાં સપનાં પૂરાં કરવા ભારતના મોટા શહેરમાં જાય છે. એ છોકરો શહેરમાં કરોડોનું સ્ટૅમ્પ પેપર કૌભાંડ કરે છે, નકલી સ્ટૅમ્પ પેપર બનાવડાવે છે અને એના કારણે કુખ્યાત થઈ જાય છે. આ છોકરાનો રોલ જે પાછળથી મોટો માણસ બને છે એ રોહિત રૉય ભજવવાનો છે.

આ પણ વાંચો : ભાભીજી ઘર પર હૈ ફેમ ફાલ્ગુની રાજાણીની ઍમેઝૉનની વેબ સિરીઝ કામાઠીપુરામાં એન્ટ્રી

રોહિત રૉય આ સિરીઝમાં એક યુવાનથી પંચાવન વર્ષની ઉંમરની વ્યક્તિનો રોલ ભજવવાનો છે. તેના પાત્રનું નામ અબ્દુલ હશે જે ગામડાનો સામાન્ય યુવાન હશે જે સમય જતાં ભારતનો પાવરફુલ માણસો પૈકીનો એક બની જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK