‘કોટા ફૅક્ટરી’ની બીજી સીઝન ૨૪ સપ્ટેમ્બરે રિલીઝ થશે

01 September, 2021 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈભવની જર્ની, ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ, તે કઈ રીતે ફ્રેન્ડશિપ જાળવી રાખે છે, તેના મેન્ટર સાથેના રિલેશન અને આઇઆઇટીમાં જવા માટે કેટલું પ્રેશર હોય છે એ બધા પર પ્રકાશ પાડવામાં આવશે.

‘કોટા ફૅક્ટરી’ની બીજી સીઝન ૨૪ સપ્ટેમ્બરે રિલીઝ થશે

બ્લૅક ઍન્ડ વાઇટ વેબ-સિરીઝ ‘કોટા ફૅક્ટરી’ની બીજી સીઝન ૨૪ સપ્ટેમ્બરે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ સિરીઝમાં કોટાના વિદ્યાર્થીઓ, ત્યાંના લોકો અને કોચિંગ ઇન્ડસ્ટ્રીની સ્ટોરી દેખાડવામાં આવશે. આ સ્ટોરી ભારતીય સ્ટુડન્ટ્સ વૈભવ અને જિતુભૈયાની આસપાસ ફરશે. તેઓ કૉમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરે છે. વૈભવની જર્ની, ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ, તે કઈ રીતે ફ્રેન્ડશિપ જાળવી રાખે છે, તેના મેન્ટર સાથેના રિલેશન અને આઇઆઇટીમાં જવા માટે કેટલું પ્રેશર હોય છે એ બધા પર પ્રકાશ પાડવામાં આવશે. આ શોમાં જિતેન્દ્ર કુમાર, મયૂર મોરે, રંજન રાજ, આલમ ખાન, અહસાસ ચન્ના, રેવતી પિલ્લઈ અને ઉર્વી સિંહ જોવા મળશે. શોના ડિરેક્ટર રાઘવ સુબ્બુએ કહ્યું કે ‘એક ડિરેક્ટર તરીકે મારો પ્રયાસ એ રહે છે કે સ્ટોરી એવી હોય જે લોકોને પ્રેરણા આપે અને દર્શકોને જકડી રાખે. ‘કોટા ફૅક્ટરી’ની બીજી સીઝનમાં કોટાના વિદ્યાર્થીઓની જર્ની અને દરરોજ તેમના જીવનમાં તેમણે કેવી સ્ટ્રગલ કરવી પડે છે એ દેખાડવામાં આવશે. એ સ્ટોરી રિયલિસ્ટિક હોવાની સાથે લોકોને જોડી રાખશે. દમદાર સ્ટોરી અને અદ્ભુત પર્ફોર્મન્સ દર્શકોને કુતૂહલ પમાડશે.’
નેટફ્લિક્સની ઇન્ટરનૅશનલ ઓરિજિનલ ડિરેક્ટર તાન્યા બામીએ કહ્યું કે ‘અમે અમારાં ફેવરિટ કૅરૅક્ટર્સ વૈભવ, ઉદય, શિવાંગી, મીના અને જિતુભૈયાને ફરીથી ‘કોટા ફૅક્ટરી’ની બીજી સીઝનમાં લાવવા માટે ઉત્સાહી છીએ. પહેલી સીઝનની જેમ આ સીઝન પણ વાસ્તવિક અને યુવાનોની કૉલેજ લાઇફ, પસંદગી અને સ્ટ્રગલ્સ સાથે સુસંગત છે. આ માત્ર કોટાની જ વાત નથી, આખા દેશની વાત છે.’

Web Series entertainment news