‘લૉર્ડ ઑફ ધ રિન્ગ્સ’ની સિરીઝ ‘ધ રિન્ગ્સ ઑફ પાવર’ના નામે થશે રિલીઝ

21 January, 2022 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધ રિન્ગ્સ ઑફ પાવર’માં ‘મિડલ અર્થ્સ સેકન્ડ એજ’, ‘ધ ફૉર્જિંગ ઑફ ધ રિન્ગ્સ’, ‘ધ રાઇઝ ઑફ ધ ડાર્ક સોરોન’, ‘ધ એપિક ટેલ ઑફ ન્યુમેનોર’ અને ‘ધ લાસ્ટ અલાયન્સ ઑફ એલ્વ્સ ઍન્ડ મેન’નો સમાવેશ કરવામાં આવ્યો છે.’

‘લૉર્ડ ઑફ ધ રિન્ગ્સ’ની સિરીઝ ‘ધ રિન્ગ્સ ઑફ પાવર’ના નામે થશે રિલીઝ

‘લૉર્ડ ઑફ ધ રિન્ગ્સ’ની સિરીઝને ‘ધ રિન્ગ્સ ઑફ પાવર’ના નામથી ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે. આ વર્ષે બીજી સપ્ટેમ્બરે એ રિલીઝ થશે. સિરીઝના ટાઇટલ પરથી જાણ થાય છે કે રિન્ગ્સનું એમાં ખાસ મહત્ત્વ રહેશે. લોકો આ સિરીઝની ઘણા સમયથી આતુરતાથી રાહ જોતા હતા. શોના ટાઇટલને લઈને શો રનર્સ જે. ડી. પેન અને પેટ્રિક મૅક કેએ કહ્યું કે ‘આ ટાઇટલથી અમને વિશ્વાસ છે કે એ જે. આર. આર. ટૉકિન્સની સ્પાઇન ઑફ અ બુકની કલ્પનાને સાકાર કરશે. ‘ધ રિન્ગ્સ ઑફ પાવર’માં ‘મિડલ અર્થ્સ સેકન્ડ એજ’, ‘ધ ફૉર્જિંગ ઑફ ધ રિન્ગ્સ’, ‘ધ રાઇઝ ઑફ ધ ડાર્ક સોરોન’, ‘ધ એપિક ટેલ ઑફ ન્યુમેનોર’ અને ‘ધ લાસ્ટ અલાયન્સ ઑફ એલ્વ્સ ઍન્ડ મેન’નો સમાવેશ કરવામાં આવ્યો છે.’

Web Series entertainment news