ઉલ્લુ ઍપની 'ઇશ્ક કિલ્સ'માં તરુણ ખન્ના

20 May, 2020 07:26 PM IST  |  | Nirali Dave

ઉલ્લુ ઍપની 'ઇશ્ક કિલ્સ'માં તરુણ ખન્ના

ઑનલાઇન વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ‘ઉલ્લુ ઍપ’ પર છેલ્લા કેટલાક સમયથી કન્ટેન્ટ-બેઝ્‍ડ સિરીઝ પણ જોવા મળી રહી છે. ઉલ્લુ ઍપની આગામી સિરીઝ ‘ઇશ્ક કિલ્સ’ રસપ્રદ સ્ટોરીલાઇન ધરાવે છે. આ શોની વાર્તા પ્રેમ, દગો, ઑનર કિલિંગ અને મર્ડર આસપાસ ફરશે જેમાં ‘દેવોં કે દેવ... મહાદેવ’ ફેમ તરુણ ખન્ના અને ‘એક નયી પહેચાન’ ફેમ ઉષા બચાની મહત્ત્વના રોલમાં જોવા મળશે. તરુણ ખન્ના ‘ઇશ્ક કિલ્સ’માં વિક્રમ ઠાકુરનો રોલ ભજવશે જેના માટે ફૅમિલી ઓનર જ સર્વસ્વ છે અને તેના ઘરમાં મહિલા અને પુરુષ માટે જુદા નિયમ છે.

‘દેવોં કે દેવ... મહાદેવ’, ‘રાધાકૃષ્ણ’, ‘રામ સિયા કે લવ-કુશ’, ‘મહાભારત’ જેવા અનેક શોમાં જોવા મળેલો તરુણ ખન્ના હવે પૌરાણિક સિરિયલોનો જાણીતો ચહેરો બની ગયો છે. ‘ઇશ્ક કિલ્સ’માં પોતાના રોલ વિશે તરુણ કહે છે, ‘હું ટીવી પર જે પાત્રો ભજવતો આવ્યો છું એના કરતાં કંઈક અલગ કરવા માગતો હતો એથી જ ‘ઇશ્ક કિલ્સ’માં વિક્રમ ઠાકુરનો રોલ કરવા આતુર છું.’

entertainment news web series