‘યે કાલી કાલી આંખેં’નું ડબિંગ કરતો તાહિર

23 July, 2021 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૅન્ડેમિકમાં પણ કામ મળવાથી તે પોતાને ખૂબ જ નસીબદાર માને છે

તાહિર રાજ ભસીન

તાહિર રાજ ભસીન હાલમાં ‘યે કાલી કાલી આંખેં’નું ડબિંગ કરી રહ્યો છે. આ નેટફ્લિક્સનો પ્રોજેક્ટ છે. તેની ‘83’ રિલીઝ થવાની તૈયારીમાં છે. તાપસી પન્નુ સાથેની ‘લૂપ લપેટા’નું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે તેની પાસે સોનાક્ષી સિંહા સાથેની ‘બુલબુલ તરંગ’ પણ છે.  ‘‘યે કાલી કાલી આંખેં’માં તે શ્વેતા ત્રિપાઠી સાથે જોવા મળશે. આ વિશે વાત કરતાં તાહિરે કહ્યું હતું કે ‘મારા પ્રોજેક્ટનું ડબિંગ પૂરું કરીને એને લાઇવ જોવાની ફીલિંગ જ કંઈ અલગ હોય છે. પૅન્ડેમિકમાં પોસ્ટ-પ્રોડક્શન ખૂબ જ ચૅલેન્જિંગ રહ્યું છે અને મારા ક્રૂને મળીને ડબિંગ કરવાની મને ખુશી છે. અમે પાંચમાં ગિયરમાં ગાડી ભગાવી રહ્યા છીએ જેથી જલદી કામ પૂરું કરીને એને રિલીઝ કરી શકાય. પૅન્ડેમિકમાં પણ મને કામ મળ્યું હોવાથી હું પોતાને ખૂબ જ નસીબદાર માનું છું. મારી ફિલ્મો અને સિરીઝને લોકોની સમક્ષ લાવવા માટે હું આતુર છું.

હું હાલમાં નેટફ્લિક્સની સિરીઝ ‘યે કાલી કાલી આંખેં’નું ડબિંગ કરી રહ્યો છું. આ એક થ્રિલથી ભરપૂર ડ્રામા છે અને ખૂબ જ સ્પેશ્યલ પ્રોજેક્ટ છે.’

netflix tahir raj bhasin entertainment news