સ્વરા ભાસ્કરની સોશ્યલ-સટાયર સિરીઝ 'રસભરી' ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થશે

03 June, 2020 07:39 PM IST  |  Mumbai | Nirali Dave

સ્વરા ભાસ્કરની સોશ્યલ-સટાયર સિરીઝ 'રસભરી' ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થશે

ગયા વર્ષે ફ્રાન્સમાં યોજાયેલા ‘સિરીઝ મેનિયા ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલ’માં પસંદગી પામેલી સ્વરા ભાસ્કરની વેબ-સિરીઝ ‘રસભરી’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. મેરઠનું બૅકડ્રૉપ ધરાવતી આ સિરીઝ સોશ્યલ સટાયર છે. નંદ (આયુષ્માન સક્સેના) નામના ટીનેજરને અંગ્રેજી ભણાવતી ટીચર શાનુ મૅડમ (સ્વરા ભાસ્કર) પ્રત્યે આકર્ષણ થાય છે અને જ્યારે નંદને ખબર પડે છે કે તેની ટીચર સેક્સ-ઑબ્સેસ્ડ છે ત્યારે તેમની રિલેશનશિપમાં ટ્વિસ્ટ આવે છે. ‘રસભરી’ એ શાનુનો જ ઑલ્ટર-ઈગો છે, પણ તે સમાજના ડરને લીધે પોતાની સેક્સ્યુઅલિટી વ્યક્ત નથી કરી શકતી. આગળ જતાં નંદ જ શાનુ મૅડમને તેના વિરોધીઓથી બચાવે છે.

આ કમિંગ ઑફ એજ ડ્રામામાં સ્વરા ભાસ્કર અને આયુષ્માન સક્સેના ઉપરાંત રશ્મિ આગડેકર, પ્રદ્યુમન સિંહ, નીલુ કોહલી, ચિતરંજન ત્રિપાઠી પણ જોવા મળશે. નિખિલ ભટ્ટ નિર્દેશિત અને ‘બધાઈ હો’ ફેમ લેખક શાંતનુ શ્રીવાસ્તવ લિખિત ‘રસભરી’ ૧૯ જૂને ઍમેઝૉન પર રિલીઝ થશે.

entertainment news web series amazon prime