લાંબા સમય બાદ ઍક્ટિંગમાં કમબૅક કર્યું સુસ્મિતા સેન

04 June, 2020 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાંબા સમય બાદ ઍક્ટિંગમાં કમબૅક કર્યું સુસ્મિતા સેન

સુસ્મિતા સેન લગભગ દસ વર્ષ બાદ વેબ-સિરીઝ ‘આર્યા’ના માધ્યમથી ઍક્ટિંગમાં સક્રિય થઈ છે. આ વેબ-સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. એનું ટ્રેલર 5 જૂને રિલીઝ થવાનું છે. એવું કહેવાય છે કે ડચની ક્રાઇમ-થ્રિલર સિરીઝ ‘પેનોઝા’ની આ હિન્દી રીમેક છે. સ્ટોરીમાં દેખાડવામાં આવે છે કે પોતાના હસબન્ડના મર્ડર બાદ તેનો ક્રાઇમનો બિઝનેસ તેની વાઇફ સંભાળે છે. ઘણા સમયથી સુસ્મિતાના ફૅન્સ તેને ફરીથી ઍક્ટિંગ કરતા જોવા માગતા હતા. એ માટે તેને સતત મેસેજિસ પણ કરતા હતા. એ તમામ ફૅન્સના મેસેજિસની નાનકડી ક્લિપ બનાવીને એને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુસ્મિતાએ કૅપ્શન આપી હતી કે ‘હું આજે જે કંઈ પણ છું એ તમારા સૌના કારણે જ છું. આપને બુલાયા ઔર હમ ચલે આએ. હૉટસ્ટાર સ્પેશ્યલ પ્રેઝન્ટ્સ ‘આર્યા’ જલદી જ રિલીઝ થશે. હવે તમારો વારો છે કે તમે મને જણાવો કે તમારા મુજબ ‘આર્યા’ શું છે. કમેન્ટ્સમાં મને જણાવો અને જેણે એકદમ નજીકનો જવાબ આપ્યો હશે તેને મારી સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થવાની તક મળશે.’

entertainment news web series hotstar sushmita sen