વિપુલ અમૃતલાલ શાહની સિરીઝ ‘હ્યુમન’માં સુશીલ પાંડેની એન્ટ્રી

04 May, 2021 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘હ્યુમન’ની વાર્તા ડ્રગ્સના ગોરખધંધા અને મેડિકલ સ્કૅમની આસપાસ ફરે છે

સુશીલ પાંડે

‘જબ વી મેટ’, ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’, ‘આર્ટિકલ 15’, ‘જૉલી એલએલબી 2’ અને ‘મિસ્ટર એક્સ’ સહિતની ફિલ્મો કરી ચૂકેલા ઍક્ટર સુશીલ પાંડેને એક મહત્ત્વનો વેબ-પ્રોજેક્ટ મળ્યો છે. વેબ-સિરીઝનું નામ છે ‘હ્યુમન’, જે વિપુલ અમૃતલાલ શાહ અને મોઝેઝ સિંહ બનાવી રહ્યા છે.

‘મર્દાની 2’માં ખૂનખાર વિલન બનેલા ઍક્ટર વિશાલ જેઠવા, ‘દિલ્હી ક્રાઇમ’ અને ‘દિલ ધડકને દો’ ફેમ તથા તાજેતરમાં ‘અજીબ દાસ્તાન્સ’ નામની એન્થોલૉજી ફિલ્મમાં દેખાયેલી ઍક્ટ્રેસ શેફાલી શાહ, ‘પિન્ક’ અને ‘ઇન્દુ સરકાર’ ફેમ કીર્તિ કુલ્હારી તથા ‘બૅન્ડિટ ક્વીન’ ફેમ ઍક્ટ્રેસ સીમા બિસ્વાસ સહિતના કલાકારો ‘હ્યુમન’માં મહત્ત્વનાં પાત્રો ભજવી રહ્યાં છે. આ ઉપરાંત રામ કપૂર, આદિત્ય શ્રીવાસ્તવ અને શ્રુતિ બાપનાની પણ પસંદગી છે. તેની સાથે હવે સુશીલ પાંડે પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. વિપુલ અમૃતલાલ શાહના ડ્રીમ પ્રોજેક્ટ એવી ‘હ્યુમન’ની વાર્તા ડ્રગ્સના ગોરખધંધા અને મેડિકલ સ્કૅમની આસપાસ ફરે છે. કોરોના પેન્ડેમિક પહેલાં લખાયેલી આ સિરીઝની વાર્તામાં દર્શાવવામાં આવશે કે ઍલોપથી મેડિસિનનું જ્યારે માનવપરીક્ષણ કરવામાં આવે ત્યારે એની લોકો પર કેવી અસર થાય છે અને આ પરીક્ષણ માટે લોકો કેવા-કેવા સંજોગોમાં તૈયાર થાય છે.

entertainment news web series Web Series vipul shah