Tandav: ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરવા મામલે SC ગંભીર, મેકર્સ રાહતથી વંચિત

27 January, 2021 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Tandav: ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરવા મામલે SC ગંભીર, મેકર્સ રાહતથી વંચિત

તસવીર સૌજન્ય મિડ-ડે

એમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થયેલી સૈફ અલી ખાનની વેબસીરિઝ તાંડવ છેલ્લા કેટલા દિવસોથી વિવાદોનો સામનો કરી રહી છે. કંટાળીને વેબસીરિઝના મેકર્સ હવે સુપ્રીમ કૉર્ટ પહોંચ્યા હતા. આ મામલે સુપ્રીમ કૉર્ટે આજે સુનાવણી કરતા તાંડવની ટીમને મોટો ઝટકો આપ્યો છે. કૉર્ટે ટીમને ઇન્ટરિમ રાહત આપવાની ના પાડી દીધી છે. કૉર્ટે કહ્યું કે એવી સ્ક્રિપ્ટ ન લખવી જોઇએ જેથી કોઇકની ભાવનાઓ દુભાય.

આની સાથે જ કૉર્ટે નૉટિસ જાહેર કરી છે અને જે છ રાજ્યોમાં એફઆઇઆર નોંધાઇ છે તેમને ચાર અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. તાંડવના મેકર્સને ઇન્ટરિમ જામીન આપવાની ના પાડતા કૉર્ટે કહ્યું કે તમે આ માટે હાઇકૉર્ટમાં અરજી કરી શકો છો. સુપ્રીમ કૉર્ટના આ નિર્ણય પછી હવે તાંડવના મેકર્સની મુશ્કેલી વધવાની છે.

હકીકતે, સીરિઝના નિર્માતા હિમાંશુ મેહરા, અભિનેતા મોહમ્મદ જીશાન અયૂબ અને એમેઝૉન પ્રાઇમ વીડિયો ઇન્ડિયાની હેડ અપર્ણા પુરોહિતે તેમના વિરુદ્ધ દેશના જુદાં-જુદાં રાજ્યોમાં એફઆઇઆર રદ કરવા માટે સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કૉર્ટમાં આજે તેમની અરજી પર સુનાવણી થઈ.

જમાવવાનું કે જસ્ટિસ અશોક ભૂષણની આગેવાની હેઠળ 3 જજિસની બેન્ચે તાંડવ વેબ સીરિઝના એક્ટર અને નિર્માતાઓ તરફથી તેમના વિરુદ્ધ છ રાજ્યોમાં નોંધાયેલી એફઆઇઆર ક્લબ કરવાની માહ પર નોટિસ જાહેર કરવામાં આવી છે. જો કે, જસ્ટિસ આરએસ રેડ્ડી અને એમઆર શાહે અંતરિમ જામીન આપવાની અપીલ ફગાવી દીધી.

વેબસીરિઝના એક્ટર અને નિર્માતા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને ધર્મના અપમાનને લઈને અપરાધિક કેસથી ઘેરાયેલા છે, જેથી ભારતીય દંડ સંહિતાની કલમ 153Aઅને 295 હેઠળ દંડનીય ગુનો છે.

બેન્ચે કહ્યું, "તમારી અભિવ્યક્તિની આઝાદી અસીમિત નથી. તમે એવા ચરિત્રની ભૂમિકા ન ભજવી શકો જે કોઇક ધર્મ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે." આરોપીઓને 20 જાન્યુઆરીના બૉમ્બે હાઇકૉર્ટે ત્રણ અઠવાડિયાનો સમય ધરપકડથી સુરક્ષા આપી હતી. જેથી તે ઇલાહાબાદ હાઇકૉર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી શકે. આરોપી બધાં મામલે સુરક્ષાની માગને લઇને સુપ્રીમ કૉર્ટ પહોંચ્યા હતા.

entertainment news web series saif ali khan supreme court