‘ધારાવી બૅન્ક’માં દેખાશે સુનીલ શેટ્ટી અને વિવેક ઑબેરૉય

05 July, 2022 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝ એમએક્સ પ્લેયર પર આવવાની છે

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી, વિવેક ઑબેરૉય અને સોનાલી કુલકર્ણી ક્રાઇમ-થ્રિલર વેબ-સિરીઝ ‘ધારાવી બૅન્ક’માં દેખાવાનાં છે. આ સિરીઝ એમએક્સ પ્લેયર પર આવવાની છે. આ સિરીઝ દ્વારા સુનીલ શેટ્ટી ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનો છે. સમીત કક્કડે ડિરેક્ટ કરેલી આ સિરીઝનું મોટા ભાગનું શૂટિંગ ધારાવીમાં કરવામાં આવ્યું છે. સુનીલ શેટ્ટી છેલ્લે તેલુગુ સ્પોર્ટ્સ ફિલ્મ ‘ઘની’ અને વિવેક ઑબેરૉય ‘ઇન્સાઇડ એજ’ની ત્રીજી સીઝનમાં દેખાયો હતો. ‘ધારાવી બૅન્ક’ની રિલીઝની તારીખ હજી નક્કી નથી.

વેબ-સિરીઝ ‘ધારાવી બૅન્ક’નો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુનીલ શેટ્ટીએ કૅપ્શન આપી હતી, ‘એક નવો અવતાર, એક નવું માધ્યમ અને નવી જર્ની. અહીં હું ‘ધારાવી બૅન્ક’નો ‘થલાઇવા’નો ફર્સ્ટ લુક શૅર કરું છું. ડિજિટલ પ્લૅટફૉર્મની દુનિયામાં આ મારું પહેલું પગથિયું છે. થૅન્ક યુ.’

entertainment news Web Series web series suniel shetty