રાજસ્થાનમાં વેબ-સિરીઝનું શૂટિંગ શરૂ કરશે સોનાક્ષી સિંહા

02 November, 2020 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનમાં વેબ-સિરીઝનું શૂટિંગ શરૂ કરશે સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા રાજસ્થાનમાં રીમા કાગતીની વેબ-સિરીઝ ‘ફૉલન’નું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ કરવાની છે. આ વેબ-સિરીઝ દ્વારા તે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે. સોનાક્ષી સાથે આ પ્રોજેક્ટમાં વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ પણ જોવા મળશે. રીમા કાગતીની ઇચ્છા આ પ્રોજેક્ટને સ્ટાર્ટ ટુ એન્ડમાં પૂરો કરવાની છે. ક્રૂમાં માત્ર 35 લોકોનો સમાવેશ કરવામાં આવશે. 2021ના જાન્યુઆરીમાં ‘ફૉલન’નું શૂટિંગ પૂરું કરવામાં આવશે. આ વેબ-સિરીઝને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે.

entertainment news web series sonakshi sinha rajasthan