સિરીઝ ‘ધ નાઇટ મૅનેજર’માં પોતાના ભાગનું શૂટિંગ પૂરું કર્યું સોભિતાએ

27 September, 2022 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિઝની+હૉટસ્ટાર પર ‘ધ નાઇટ મૅનેજર’ને દેખાડવામાં આવશે

સોભિતા ધુલિપાલા

સોભિતા ધુલિપાલાએ વેબ-સિરીઝ ‘ધ નાઇટ મૅનેજર’માં પોતાના ભાગનું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ સિરીઝમાં તેની સાથે અનિલ કપૂર અને આદિત્ય રૉય કપૂર પણ જોવા મળશે. આ સિરીઝ ૨૦૧૬માં આવેલી બીબીસી ટેલિવિઝન સિરીઝનું હિન્દી ઍડપ્ટેશન છે. ‘ધ નાઇટ મૅનેજર’ને પ્રીતિ ઝિન્ટા અને બાનીજય એશિયાએ પ્રોડ્યુસ કરી છે. ડિઝની+હૉટસ્ટાર પર ‘ધ નાઇટ મૅનેજર’ને 
દેખાડવામાં આવશે. કાવેરી દીક્ષિતના રોલમાં સોભિતા જોવા મળવાની છે. આ સિરીઝનો પોતાનો રોલ પૂરો કરવાની માહિતી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોભિતાએ કૅપ્શન આપી હતી, ‘ઇટ્સ અ રૅપ. કાવેરી દીક્ષિતનું કામ પૂરું થયું.’

entertainment news Web Series hotstar