સિકંદર અને સુસ્મિતાએ ‘આર્યા સીઝન ૩’નું શૂટિંગ શરૂ કર્યું

18 January, 2023 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ માધવાણીના આ શોનું શૂટિંગ શરૂ કર્યાની માહિતી સિકંદરે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને આપી હતી

સિકંદર અને સુસ્મિતાએ ‘આર્યા સીઝન ૩’નું શૂટિંગ શરૂ કર્યું

સિકંદર ખેર અને સુસ્મિતા સેને હાલમાં ‘આર્યા સીઝન ૩’નું શૂટિંગ શરૂ કર્યું છે. ડિઝની+હૉટસ્ટાર પર આવેલા આ શોને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો, જેમાં સુસ્મિતા ટાઇટલ રોલમાં જોવા મળી રહી છે. રામ માધવાણીના આ શોનું શૂટિંગ શરૂ કર્યાની માહિતી સિકંદરે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને આપી હતી. આ શોમાં તે દૌલતનું પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે સિકંદરે કહ્યું કે ‘છેલ્લી બે સીઝનમાં હું જે પાત્ર સાથે જીવ્યો છું અને કામ કર્યું છે એ ફરી ભજવવાને લઈને હું ઉત્સાહી છું. રામ, સુસ્મિતા અને સમગ્ર ટીમ સાથે કામ કરવા માટે હું આતુર છું. મેં જે સ્ક્રિપ્ટ વાંચી છે એના પરથી હું એટલું જરૂર કહી શકું કે દર્શકો માટે જોવા જેવું એમાં ઘણું છે. અત્યારે હું કંઈ કહી શકું એમ નથી, કારણ કે અમે અત્યારે જ શૂટિંગ શરૂ કર્યું છે. જોકે મારું પાત્ર ત્રીજી સીઝનમાં જરૂર પ્રોગ્રેસ કરે છે. દૌલતને ફરી દેખાડવા માટે હું આતુર છું.’

Web Series sikander kher sushmita sen entertainment news hotstar