નવરસ’ દ્વારા કોવિડથી પીડિત લોકોની મદદ કરવામાં આવશે : સિદ્ધાર્થ

23 July, 2021 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઍન્થોલૉજીમાં ‘ઇન્મઇ’ નામની સ્ટોરીમાં તે દેખાવાનો છે. ‘ઇન્મઇ’ નવરસમાંનો જ એક છે

નવરસ

સિદ્ધાર્થનું કહેવું છે કે 9 સ્ટોરીની ઍન્થોલૉજી ‘નવરસ’ દ્વારા કોવિડથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં આવશે. આ ઍન્થોલૉજીમાં ‘ઇન્મઇ’ નામની સ્ટોરીમાં તે દેખાવાનો છે. ‘ઇન્મઇ’ નવરસમાંનો જ એક છે. ‘નવરસ’ ૬ ઑગસ્ટે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. એના વિશે સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘મણિરત્નમ અને જયેન્દ્રએ જ્યારે મને ‘ઇન્મઇ’ ઑફર કરી ત્યારે હું ખૂબ ખુશ થયો હતો. આ નવરસનો જ એક ભાગ છે. એનો અર્થ થાય છે કે એક એવી વસ્તુ જેનું અસ્તિત્વ નથી. લોકો જ્યારે ‘ઇન્મઇ’ આ શબ્દ સાંભળશે તો તેઓ પણ આતુર થઈ જશે. ‘નવરસ’ પ્રોજેક્ટ મારફત ફિલ્મ ફ્રેટર્નિટી અને કોવિડથી અસરગ્રસ્તોને મદદ કરતા લોકોને ફન્ડ જમા કરવામાં મદદ મળશે. ફિલ્મમેકર રતીન્દ્રન પ્રસાદ અને ઍક્ટ્રેસ પાર્વતી થીરુવોથુ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ આનંદદાયક રહ્યો છે.’

netflix entertainment news