પોતાના દરેક કૅરૅક્ટરની બૅકસ્ટોરી લખે છે શ્વેતા બાસુ પ્રસાદ

13 August, 2022 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મકડી’માં બાળ કલાકારના રોલમાં જોવા મળેલી શ્વેતા હવે ‘ક્રિમિનલ જસ્ટિસઃ અધૂરા સચ’માં જોવા મળવાની છે

શ્વેતા બાસુ પ્રસાદ

શ્વેતા બાસુ પ્રસાદે જણાવ્યું છે કે તે પોતાના દરેક પાત્રની બૅકસ્ટોરી લખે છે. ‘મકડી’માં બાળ કલાકારના રોલમાં જોવા મળેલી શ્વેતા હવે ‘ક્રિમિનલ જસ્ટિસઃ અધૂરા સચ’માં જોવા મળવાની છે. આ શો ૨૬ ઑગસ્ટથી ડિઝની+હૉટસ્ટાર પર શરૂ થવાનો છે. આ સિરીઝની તૈયારી વિશે શ્વેતાએ કહ્યું કે ‘મારા કૅરૅક્ટર લેખાની બૅકસ્ટોરી મેં લખી છે જેથી હું એને ઊંડાણપૂર્વક સમજી શકું. મારા દરેક પાત્ર માટે હું આ જ ક્રમ રાખું છું. મારા પર્ફોર્મન્સને આકાર આપવા માટે આ મારું અગત્યનું સ્ટેપ છે, કેમ કે જે પાત્રને હું સ્ક્રીન પર ભજવવાની છું એને જાણવું જરૂરી છે. બૅકસ્ટોરી લખવાથી મને એ જાણવા મળે છે કે એ કઈ રીતે વિકાસ પામે છે, તેની રિલેશનશિપ્સ, તેમનો ઉછેર, તેમની પસંદ, નાપસંદ; આ બધી બાબતો એ પાત્ર પર અસર પાડે છે અને કૅમૅરા સામે જતાં પહેલાં મને એને સાકાર કરવામાં મદદ મળે છે.’

entertainment news Web Series web series hotstar shweta basu prasad