શ્રુતિ શેઠ ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'મેંટલહૂડ' સાથે ડિજીટલ ડેબ્યૂ

23 January, 2020 04:45 PM IST  | 

શ્રુતિ શેઠ ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'મેંટલહૂડ' સાથે ડિજીટલ ડેબ્યૂ

'મેન્ટલહૂડ'માં શ્રુતિ શેઠ

ઓલ્ટ બાલાજીએ હાલમાં જ તેની નવી વેબ સિરીઝ 'મેંટલહૂડ'ની જાહેરાત કરી છે જે માતૃત્વના એક રોમાંચક સફર આધારિત છે. બાળકોનું પાલન-પોષણ કરવું પણ એક કળા છે. કેટલાક લોકો બાળકોના પાલન-પોષણને વિજ્ઞાનની નજરથી પણ જોવે છે. પરંતુ વિજ્ઞાનથી વધુ એક માતા પોતાના બાળકને કઈ રીતે સુરક્ષા આપે છે તે વધારે મહત્વનું છે.

કરિશ્મા કોહલી દ્વારા ડિરેક્ટેડ વેબ સિરીઝ 'મેંટલહૂડ' સાથે એક્ટ્રેસ શ્રુતિ શેઠ ડિજીટલ દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. આ વેબ સિરીઝમાં એક સિંગલ મોમ દીક્ષાની ભૂમિકામાં જોવા મળશે.ઓલ્ટ બાલાજીની આગામી આ વેબ સિરીઝમાં અલગ અલગ પ્રકારની માતાઓના સફર દર્શાવવામાં આવ્યા છે જે પોતાના બાળકોની ઉછેર માટે અનિશ્ચિત અપેક્ષાઓના માધ્યમની અનેક રીતો અપનાવે છે. આ સાથે જ અત્યારનાં યુગમાં જ્યારે લોકો મલ્ટી ટાસ્કિંગ બની ગયા છે ત્યારે સતત ચિંતા અને ગિલ્ટ આપણા જીવનનો એક ભાગ બની જાય છે.

આ પણ વાંચો: Cannes 2019: દીપિકા પાદૂકોણનો ગોર્જસ પેન્ટશૂટ લૂક

આ વેબ સિરીઝમાં શ્રુતિ એક નાના બાળકની સિંગલ મધરનો રોલ નિભાવી રહી છે. રુટિન લાઈફ સાથે બાળકની કેર કરતી શ્રુતિ એટલે કે દીક્ષાની ફરતે સ્ટોરી રહેશે જે જીવનના બધા જ કામો પણ જાતે સંભાળે છે. આ વિશે વાત કરતા કહ્યું હતું કે, મે ખરેખર કોઈ કેરેક્ટર માટે વાસ્તવિક જીવનથી પ્રેરણા નથી લીધી. પરંતુ સૌથી સામાન્ય એ છે કે હુ વાસ્તવિક જીવનમાં પણ યોગ શીખું છું. હું એક એવી વ્યક્તિ છું જે એલોપેથિક દવાઓના ગુણામા પણ સરખો વિશ્વાસ રાખું છું. મને લાગે છે કે રીલ કેરેક્ટરની જેમ ઘણી સ્વતંત્ર, ખુશ અને સહજ છું. ઓલ્ટ બાલાજીની આ વેબ સિરીઝ 'મેંટલહૂડ' આ વર્ષના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે

bollywood gossips web series