‘જમતારા : સબકા નંબર આએગા’ની બીજી સીઝન માટે રિયલ લાઇફ કેસનું રિસર્ચ કરવામાં આવ્યું હતું

04 October, 2022 05:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોમાં સ્પર્શ સીમા પાહવા, શ્રીવાસ્તવ, અંશુમન પુષ્કર, મોનિકા પનવર, અમિત સિયાલ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય લીડ રોલમાં છે

‘જમતારા : સબકા નંબર આએગા’ની બીજી સીઝન માટે રિયલ લાઇફ કેસનું રિસર્ચ કરવામાં આવ્યું હતું

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સની ‘જમતારા : સબકા નંબર આએગા’ની બીજી સીઝન માટે મેકર્સે રિયલ લાઇફ કેસનું રિસર્ચ કર્યું હતું. આ શોમાં સ્પર્શ સીમા પાહવા, શ્રીવાસ્તવ, અંશુમન પુષ્કર, મોનિકા પનવર, અમિત સિયાલ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય લીડ રોલમાં છે. આ શો વિશે એના ડિરેક્ટર સૌમેન્દ્ર પાધીએ કહ્યું કે ‘આપણા દેશમાં સાઇબર-સ્પેસને સંબંધિત કૌભાંડ ઘણાં થાય છે. એને યોગ્ય દિશામાં દેખાડવામાં આવે એ જ મારો ઉદ્દેશ હતો. એના માટે અમે ખૂબ રિસર્ચ અને રિયલ લાઇફ કેસ પર શોધખોળ કરી હતી જેથી અમે સ્થિતિની ગંભીરતા સમજી શકીએ. મારું માનવું એવું છે કે વિસ્તારપૂર્વક આપેલી માહિતીમાં જ ક્રીએટિવિટી સમાયેલી છે અને મારી ટીમનો પણ એ જ અપ્રોચ છે. સહિયારા પ્રયાસ સાથે ટીમ અને મેં દર્શકો માટે અસરદાર આ બીજી સીઝન બનાવી છે.’

entertainment news Web Series netflix