શાહરુખના પ્રોડક્શનની બેતાલ 24મેએ રિલીઝ થશે

06 May, 2020 09:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખના પ્રોડક્શનની બેતાલ 24મેએ રિલીઝ થશે

શાહરુખ ખાનના પ્રોડક્શન હેઠળ બનેલી ‘બેતાલ’ને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર 24મેએ રિલીઝ કરવામાં આવશે. ‘બેતાલ’ એક હૉરર-થ્રિલર ફિલ્મ છે અને એને પૅટ્રિક ગ્રેહામ દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે જેમણે હુમા કુરેશીની ‘ઘૂલ’ પણ બનાવી હતી. આ શોને નિખિલ મહાજને કો-ડિરેક્ટ કર્યો છે. આ શોને ઇન્ડિયામાં અને ખાસ કરીને મુંબઈ, લોનાવલા અને ખંડાલામાં શૂટ કરવામાં આવ્યો છે. આ શોમાં વિનીતકુમાર અને આહના કુમરાએ કામ કર્યું છે.

entertainment news web series Shah Rukh Khan lonavala khandala