‘Scam 1992’એ IMDb પર 9.6 રેટિંગ પ્રાપ્ત કરીને બની નંબર વન

24 October, 2020 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘Scam 1992’એ IMDb પર 9.6 રેટિંગ પ્રાપ્ત કરીને બની નંબર વન

વૅબ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી છે

શેર દલાલ હર્ષદ મહેતા (Harshad Mehta)ના જીવન પર આધારિત હંસલ મહેતા (Hansal Mehta) દિગ્દર્શિત વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (Scam 1992: The Harshad Mehta Story)એ આઇએમડીબી (IMDb) પર તમામ રેકૉર્ડસ્ તોડી દીધા છે અને પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. આ વૅબ સિરીઝે આઇએમડીબી પર 9.6/10 રેટિંગ પ્રાપ્ત કરી છે.

‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’એ આઇએમડીબી પર ‘ચર્નોબિલ’, ‘ગેમ ઓફ થ્રોન્સ’ અને ‘બ્રેકિંગ બેડ’નો રેકૉર્ડ તોડયો છે. ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’એ આઇએમડીબી પર 9.6/10 રેટિંગ પ્રાપ્ત કરી છે. જ્યારે ગેમ ઓફ થ્રોન્સ’ને 9.2 રેટિંગ, ‘ચર્નોબિલ’ને 9.4 રેટિંગ, ‘બ્રેકિંગ બેડ’ને 9.5 રેટિંગ અને ‘પ્લાનેટ અર્થ 2’ને 9.5ની રેટિંગ મળી હતી.

હર્ષદ મહેતા 'ભારતીય શેર બજાર'ના 'બિગ બુલ' તરીકે પ્રખ્યાત હતા. વર્ષ1992માં હર્ષદ મહેતાએ દેશનું સૌથી મોટું કૌભાંડ કર્યું હતું. વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સ્ટોકબ્રોકર હર્ષદ મહેતાના જીવનની વાર્તા જણાવે છે. જેનું જીવન 1980 અને 90ના બોમ્બેમાં દર્શાવવામાં આવ્યું છે. 10 એપિસોડની સિરીઝમાં 'બિગ બુલ' અને 'શેરબજારના અમિતાભ બચ્ચન'ના નામે જાણીતા હર્ષદ મહેતાની જીવનકથા બતાવવામાં આવી છે. જેણે તેની કારકિર્દીમાં મોટા ઉછાળો અને પતન જોયા છે.

સોની લિવ પર સ્ટ્રીમ થયેલી આ વૅબ સિરીઝ જર્નાલિસ્ટ સુચેતા દલાલ અને દેબાશિષ બાસુના પુસ્તક ‘ધ સ્કૅમ: હુ વૉન, હુ લૉસ્ટ, હુ હૉટ અવૅ’ પર આધારિત છે. જેનું દિગ્દર્શન હંસલ મહેતાએ કર્યું છે. જેમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક ગાંધી અને શ્રેયા ધન્વન્તરી છે. સાથે જ સતીષ કૌશિક, શરીબ હાશ્મી, અનંત મહાદેવન, નિખિલ દ્વિવેદી, કે.કે. રૈના અને લલિત પરીમુ મુખ્ય ભૂમિકામાં છે.

‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ ચારેય તરફથી લોકોની પ્રશંસા મેળવી રહી છે.

entertainment news web series sony entertainment television Pratik Gandhi hansal mehta