આજે હર્ષદ મહેતાની લાઇફ પર આધારિત સ્કૅમ ૧૯૯ -ધી હર્ષદ મહેતા સ્ટોરી રિલીઝ

09 October, 2020 07:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે હર્ષદ મહેતાની લાઇફ પર આધારિત સ્કૅમ ૧૯૯ -ધી હર્ષદ મહેતા સ્ટોરી રિલીઝ

પ્રતીક ગાંધી

શૅરબજારને ઘર-ઘર સુધી પહોંચાડી દેવાનો જશ જો કોઈને આપવો હોય તો એ હતા હર્ષદ મહેતા, તો સાથોસાથ શૅરબજારમાં ભલભલાને દઝાડી દેવાનો અપજશ પણ આ જ માણસને જાય છે. સોની લિવ પર રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨ - ધી હર્ષદ મહેતા સ્ટોરી’માં હર્ષદ મહેતાએ કરેલા ફાઇનૅન્શિયલ સ્કૅમની વાત કરવામાં આવી છે. ભારતની આ પહેલી વેબ-સિરીઝ છે જે ફાઇનૅન્શિયલ-થ્રિલર કૅટેગરીમાં આવે છે.

હર્ષદ મહેતાના કૅરૅક્ટરમાં પ્રતીક ગાંધી છે તો પ્રતીક સાથે સતીશ કૌશિક, શ્રેયા ધન્વંતરી, નિખિલ ત્રિવેદી, કેકે રૈના અને અનંત મહાદેવન પણ છે. હર્ષદ મહેતા સ્કૅમને ખુલ્લું કરવામાં મહત્ત્વનો રોલ અદા કરી ગયેલી સુચેતા દલાલ અને દેબાશિષ બાસુએ લખેલી બુક ‘ધી સ્કૅમ’ પર આધારિત આ વેબ-સિરીઝ માટે પ્રોડ્યુસર હંસલ મહેતાએ કહ્યું હતું કે ‘એક મિડલ ક્લાસ વ્યક્તિ કઈ રીતે આકાશને આંબે છે અને એ પછી કેવી રીતે ત્યાંથી પછડાટ ખાય છે એની વાત આ શોમાં છે. ક્યાંય વાસ્તવિકતાને છોડવામાં નથી આવી અને ક્યાંય કોઈને નિર્દોષ પણ દર્શાવવાનો અમે પ્રયાસ નથી કર્યો.’

હર્ષદ મહેતાના ભાઈના પાત્રમાં સુરતનો ઍક્ટર કોણ છે?

૧૯૯૨માં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં સિક્યૉરિટી ફ્રૉડ તથા શૅર-માર્કેટમાં મચેલી ઊથલપાથલ પર આધારિત જાણીતા ડિરેક્ટર હંસલ મહેતા દિગ્દર્શિત વેબ-સિરીઝ ‘સ્કૅમ 1192’ ૯ ઑક્ટોબરે ઓટીટી પ્લૅટફૉર્મ સોની લિવ પર રિલીઝ થવાની છે. દેબાશિષ બાસુ અને સુચેતા દલાલ લિખિત બુક ‘ધ સ્કૅમ’ પર આધારિત આ સિરીઝમાં હર્ષદ મહેતાનું પાત્ર ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રતીક ગાંધી ભજવી રહ્યા છે. સિરીઝમાં આ ઉપરાંત શરીબ હાશમી, અનંત મહાદેવન, રજત કપૂર, નિખિલ દ્વિવેદી, લલિત પરિમુ, બ્રિન્દા નાયક, ચિરાગ વોરા સહિતના દમદાર કલાકારો છે. ગુજરાતી બૅકડ્રૉપ અને હર્ષદ મહેતા ખુદ ગુજરાતી હોવાથી અહીં પડદા આગળ અને પાછળ ગુજરાતી કલાકારોનો કાફલો છે. એવા જ એક કલાકાર સુરતના કોસંબાના હેમંત ખેર, જેઓ ‘સ્કૅમ 1992’માં હર્ષદ મહેતાના મોટા ભાઈ અશ્વિન મહેતાનું પાત્ર ભજવી રહ્યા છે. અભિનેતા હેમંત ખેર કહે છે, ‘પહેલાં તો હર્ષદ મહેતાના મોટા ભાઈ અશ્વિન મહેતા હજી પણ જીવે છે અને થયેલા કેસ માટે લડી રહ્યા છે. તેઓ શરૂઆતથી હર્ષદના મજબૂત સાથીદાર રહ્યા છે. શરૂઆતમાં તેમને સમજાવતા, અટકાવતા, પણ અલ્ટિમેટલી સાથ આપતા. આ પ્રકારનું રસપ્રદ પાત્ર ભજવવાની બહુ જ મજા પડી.’

૨૦૦૩માં નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી પાસ-આઉટ થયેલા હેમંત ખેરે ઝલક દિખલા જા, જસ્ટ ડાન્સ, જરા નચકે દિખા સહિતના શોઝ લખ્યા છે અને ઇન્ડિયાઝ મોસ્ટ ડ્રામેબાઝ, સિનેસ્ટાર કી ખૌજના રાઇટર તથા ઍક્ટ-ડિરેક્ટર પણ રહ્યા છે. હિન્દી ફિલ્મ ‘મિત્રોં’માં ઍક્ટિંગ અને ડાયલેક્ટ કોચ રહી ચૂકેલા હેમંત ખેર કહે છે, ‘અશ્વિન મહેતાનું મારું પાત્ર થ્રૂ-આઉટ સિરીઝમાં જોવા મળે છે. મારા અને પ્રતીક ગાંધીનાં દૃશ્યો વધારે છે. હંસલ મહેતા પાસેથી ઘણું શીખવા મળ્યું. તેઓ કલાકારોને પૂરતી છૂટ આપે છે.’

entertainment news web series sony entertainment television Pratik Gandhi hansal mehta