SCAM 1992: જુનિયર બચ્ચન સ્ટાર કાસ્ટ પર થયા આફરીન

25 November, 2020 03:12 PM IST  |  Mumbai | Rachana Joshi

SCAM 1992: જુનિયર બચ્ચન સ્ટાર કાસ્ટ પર થયા આફરીન

પ્રતિક ગાંધી (તસવીર સૌજન્ય: પ્રતિક ગાંધી ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ)

નવ ઓક્ટોબરે સોની લીવ પર રિલીઝ થયેલી શેર દલાલ હર્ષદ મહેતા (Harshad Mehta)ના જીવન પર આધારિત હંસલ મહેતા (Hansal Mehta) દિગ્દર્શિત વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (Scam 1992: The Harshad Mehta Story) લોકપ્રિયતાના દરેક શિખરોને સર કરી ગઈ છે. સિરીઝના અને તેના કલાકરો, દિગ્દર્શક, કાસ્ટ એન્ડ ક્રૂના ચારેય તરફ વખાણ થઈ રહ્યાં છે. તેમાં સૌથી વધુ વખાણ થઈ રહ્યાં છે, ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi)ના. જેણે આ વૅબ સિરીઝમાં શેર દલાલ હર્ષદ મહેતામનું પાત્ર ભજવ્યું છે. શબાના આઝમી (Shabana Azmi), જાવેદ અખ્તર (Javed Akhtar), જેવા દિગ્ગજોએ પણ પ્રતીક ગાંધીના વખાણ કર્યા છે. હવે અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ પણ આ વૅબ સિરીઝના વખાણ કર્યા છે. જુનિયર બચ્ચને ટ્વીટ કરીને પ્રતિક ગાંધી અને અન્ય કલાકારોના વખાણ કર્યા છે. અભિષેક બચ્ચનના વખાણથી પ્રતિક ગાંધી પણ બહુ ખુશ થયો છે. સાથે જ અભિષેક બચ્ચને અન્ય કલાકારોના પણ વખાણ કર્યા છે.

અભિષેક બચ્ચને ટ્વીટ કરતા કહ્યું છે કે, ‘#SCAM1992 માટે પ્રતિક ગાંધી અને શ્રેયા ધનંવતરી પ્રશંસાને પાત્ર છે. સાથે જ હેમંત ખરે, ચિરાગ વ્હોરા, જય ઉપાધ્યાય, અંજલી બારોટ, કે કે રૈનાજી, રજત કપૂરની પણ પ્રશંસા કરવી જ રહી. ખાસ કરીને ફૈઝલ રશીદ અને મારા મિત્રો નિખિલ દ્વિવેદી અને શાદાબ ખાનને સ્ક્રીન પર જોઈને બહુ જ આનંદ થયો’.

મોડી રાત્રે કરેલ જુનિયર બચ્ચનનું આ ટ્વીટ જોઈને પ્રતિક ગાંધી બહુ જ ખુશ થઈ ગયો છે. તેણે ટ્વીટનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘થેન્કયુ વેરી મચ અભિષેક બચ્ચન. જાગ્યો અને તરત આ ટ્વીટ જોયું તે બહું સુંદર છે. ખરેખર, મારા માટે આનું બહુ મહત્વ છે’.

સિરીઝમાં હર્ષદ મહેતાની પત્નીની ભૂમિકા ભજવતી અંજલી બારોટે અભિષેક બચ્ચનનું ટ્વીટ રીટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘જ્યારે ‘ગુરુ’ જ વખાણ કરે! ખૂબ નમ્ર. ખૂબ આભાર અભિષેક બચ્ચન. અત્યારે હું 13 વર્ષની હોવ અને કજરા રે પર નાચી રહી હોય તેવું લાગે છે.’

સુચેતા દલાલનું પાત્ર ભજવતી શ્રેયા ધનંવતરીએ લખ્યું હતું કે, ‘ઓહ માય ગોડ’. સાથે જ દિલ અને ખુશી વાળું સ્માઈલી પોસ્ટ કર્યું હતું.

હર્ષદ મહેતાના ભાઈ અશ્વિન મહેતાની ભૂમિકા ભજવતા હેમંત ખેરે કહ્યું કે, ‘થેન્કયુ સો મચ સર. આ તમાર દયા છે. બહુ બધો પ્રેમ’.

ભૂષણ ભટ્ટનું પાત્ર ભજવતા ચિરાગ વ્હોરાએ લખ્યું હતું કે, ‘થેન્કયુ સો મચ’.

પ્રણવ શેઠનું પાત્ર ભજવતા જય ઉપાધ્યાયે લખ્યું હતું કે, ‘થેન્ક યુ’.

'ભારતીય શેર બજાર'ના 'બિગ બુલ' તરીકે જાણીતા હર્ષદ મહેતાએ વર્ષ 1992માં લગભગ 500 કરોડનું અને દેશનું સૌથી મોટું કૌભાંડ કર્યું હતું. જેના પર જર્નાલિસ્ટ સુચેતા દલાલ અને દેબાશિષ બાસુએ ‘ધ સ્કૅમ: હુ વૉન, હુ લૉસ્ટ, હુ ગૉટ અવૅ’ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક પરથી હંસલ મહેતાના દિગ્દર્શનમાં વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ બનાવવામાં આવી છે. જેમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક ગાંધી સહિત હેમંત ખેર, અંજલી બારોટ, જય ઉપાધ્યાય, ચિરાગ વ્હોરા સહિત અનેક ગુજરાતી કલાકરો છે. સાથે જ શ્રેયા ધનંવતરી, સતીષ કૌશિક, શરીબ હાશ્મી, અનંત મહાદેવન, નિખિલ દ્વિવેદી, કે.કે. રૈના, લલિત પરીમુ મુખ્ય ભૂમિકામાં છે.

entertainment news web series Pratik Gandhi abhishek bachchan