વેબ-શોમાંથી બ્રેક લીધો સમન્થાએ

16 June, 2021 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે મનોજ બાજપાઈની ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સિરીઝમાં કામ કર્યું હતું

સમન્થા અકિનેની

સમન્થા અકિનેનીએ હાલમાં વેબ-શોમાંથી બ્રેક લીધો હોવાની ચર્ચા ચાલી રહી છે. તેણે મનોજ બાજપાઈની ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સિરીઝમાં કામ કર્યું હતું. આ શોમાં તેનું પાત્ર નેગેટિવ હતું. આ શોમાં તેના કામનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે. જોકે એમ છતાં તે હવે થોડા સમય માટે કોઈ શોમાં કામ કરવા નથી માગતી. તેણે આ શો રાજ નિદિમોરુ અને ક્રિષ્ણા ડીકેએ ખૂબ જ વિનંતી કર્યા બાદ અને તેને નેગેટિવ પાત્ર ભજવવું હતું એટલે પસંદ કર્યો હતો. જોકે તે હાલમાં તેના પતિ નાગ ચૈતન્ય સાથે સમય પસાર કરી રહી છે. તે હાલમાં કોઈ પણ પ્રકારના વેબ-શોમાં કામ કરવા નથી માગતી. તેની પાસે હાલમાં બે તામિલ ફીચર ફિલ્મ છે. એ ફિલ્મ બાદ જો તેને ‘ધ ફૅમિલી મૅન’ જેવો ચૅલેન્જિંગ રોલ મળ્યો તો જ તે એને પસંદ કરશે નહીંતર તેને વેબ-શોમાં હાલમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી.

entertainment news Web Series web series