કંદહાર હાઇજૅક પર બનશે વેબ-સિરીઝ

06 January, 2021 07:41 PM IST  |  Mumbai | Nirali Dave

કંદહાર હાઇજૅક પર બનશે વેબ-સિરીઝ

સાકેત ચૌધરી

ડિસેમ્બર ૧૯૯૯માં બનેલી કંદહાર હાઇજૅકિંગની ઘટના હવે વેબ-સિરીઝમાં જોવા મળશે. ૧૯૯૯માં આતંકવાદીઓ ભારતીય વિમાન આઇસી ૮૧૪ને હાઇજૅક કરીને અફઘાનિસ્તાનના કંદહાર લઈ ગયા હતા ત્યારે આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને લઈને અગાઉ ‘કંદહાર’ નામની મલયાલમ ફિલ્મ બની ચૂકી છે જેમાં અમિતાભ બચ્ચન અને મોહનલાલ હતા. હવે આ વિષય પર પહેલી વખત એક વેબ-સિરીઝ બનવાની છે અને એ ‘અંધાધૂન’ના પ્રોડ્યુસર્સ બનાવવાના છે, તો ‘હિન્દી મીડિયમ’, ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’ ફેમ ડિરેક્ટર સાકેત ચૌધરી એને ડિરેક્ટ કરવાના છે.

પહેલાં આ સિરીઝ ખુદ શ્રીરામ રાઘવન ડિરેક્ટ કરશે એવી ચર્ચાએ વેગ પકડતાં શ્રીરામ રાઘવને ખુલાસો કરવો પડ્યો કે, ‘ના. આ ફેક ન્યુઝ છે. હું કંદહાર સિરીઝ નથી બનાવી રહ્યો. જેમણે મારી ફિલ્મ ‘અંધાધૂન’ બનાવી હતી તેઓ આ સિરીઝ પ્રોડ્યુસ કરવાના છે. હું આમાં કોઈ પણ રીતે સંકળાયેલો નથી.’ ઉલ્લેખનીય છે કે શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મ ‘ઇક્કીસ’ એક વૉર-ડ્રામા છે જેમાં વરુણ ધવન લીડ રોલ કરી રહ્યો છે.

entertainment news web series