‘દહાડ’નું પ્રીમિયર થશે બર્લિન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં

17 January, 2023 04:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પહેલી ઇન્ડિયન વેબ-સિરીઝ છે જે દુનિયાની અન્ય વેબ-સિરીઝ દ્વારા કૉમ્પિટિશન કરતી જોવા મળશે

‘દહાડ’નું પ્રીમિયર થશે બર્લિન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં

રીમા કાગતી અને રુચિકા ઑબેરૉયના ‘દહાડ’નું બર્લિન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરવામાં આવશે. આ વેબ-સિરીઝને તેમના દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. રીમા અને ઝોયા અખ્તરના ટાઇગર બેબી અને ફરહાન અખ્તર તથા રિતેશ સિધવાણીના એક્સલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા આ વેબ-શોને પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. આ પહેલી ઇન્ડિયન વેબ-સિરીઝ છે જે દુનિયાની અન્ય વેબ-સિરીઝ દ્વારા કૉમ્પિટિશન કરતી જોવા મળશે. ૮ એપિસોડની આ એક સ્લો ક્રાઇમ ડ્રામા નાના શહેરની સ્ટોરી છે. જેની સ્ટોરી લોકલ પોલીસ-સ્ટેશનની સબ-ઇન્સ્પેક્ટર અંજલિ ભાટી અને તેના સાથી-ઑફિસરની આસપાસ ફરે છે. એક મહિલા બાથરૂમમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવે છે. આ કેસ અંજલિ ભાટીને સોંપવામાં આવે છે. પહેલાં એ સુસાઇડ લાગે છે, પરંતુ જેમ-જેમ અન્ય બૉડી મળે છે એમ અંજલિને લાગે છે કે આ એક સિરિયલ કિલરનું કામ છે.

entertainment news Web Series berlin reema kagti zoya akhtar