'100' વેબ-સિરીઝમાં રિન્કુ રાજગુરુ જોવા મળશે

22 January, 2020 02:02 PM IST  |  Rajkot | Rashmin Shah

'100' વેબ-સિરીઝમાં રિન્કુ રાજગુરુ જોવા મળશે

રિન્કુ રાજગુરુ

100. આ નંબર યાદ આવે કે તરત જ આંખ સામે પોલીસ કન્ટ્રોલ રૂમ આવી જાય. યેસ, આ જ કન્ટ્રોલ રૂમ અને એ રૂમમાં બેઠા હોઈએ ત્યારે થતા અનુભવોને હૉટસ્ટારની આગામી વેબ-સિરીઝ ‘100’માં દેખાડવામાં આવશે. આ વેબ-સિરીઝમાં મહત્ત્વનાં કહેવાય એવાં બે કાસ્ટિંગ થયાં છે, જેમાંથી એક છે પરમીત શેઠી અને બીજું છે મરાઠી બ્લૉકબસ્ટર ‘સૈરાટ’ની લીડસ્ટાર રિન્કુ રાજગુરુ. આ બન્ને સ્ટાર ઉપરાંત ‘100’માં તાહિર શબ્બીર અને રાજીવ સિદ્ધાર્થ પણ છે. મજાની વાત એ છે કે હૉટસ્ટારની આ વેબ-સિરીઝ બીજા કોઈએ નહીં, પણ ઍક્ટર તાહિર શબ્બીરે જ પ્રોડ્યુસ કરી છે.

આ પણ વાંચો : હનુમાનનાં મમ્મી બનવા સ્નેહા વાઘે શું શરૂ કર્યું?

રેટ પ્રોડક્શનમાં બનેલી આ વેબ-સિરીઝમાં સસ્પેન્સ અને થ્રિલની સાથે નાના સ્તરના પોલીસ-કર્મચારીઓનાં ઇમોશન્સને પણ સમાવવામાં આવ્યાં છે. કન્ટ્રોલ રૂમમાં બેઠેલા કર્મચારી પોતે પર્સનલ લાઇફનું કોઈ પણ પ્લાનિંગ કરે, પણ એક ફોન કેવું એનું પ્લાનિંગ બગાડી નાખે એ વાતને પણ ‘100’માં દર્શાવવામાં આવી છે.

web series Rashmin Shah