Do Not Disturb Review: ઘર ઘર કી કહાની, મૌલિક અને મીરાની જુબાની

23 January, 2020 04:29 PM IST  |  મુંબઈ | ફાલ્ગુની લાખાણી

Do Not Disturb Review: ઘર ઘર કી કહાની, મૌલિક અને મીરાની જુબાની

ડૂ નોટ ડિસ્ટર્બનો રીવ્યૂ

વેબ સીરિઝના પહેલા એપિસોડનું નામ છે 'યૂએસ વાલી માસી'. પહેલા જ સીનમાં મલ્હાર ઠાકર હાઈ હિલ્સ પહેરીને ચાલવાનો પ્રયાસ કરતો નજરે પડે છે. તેને આવું કરવાનો વારો કેમ આવ્યો તે જાણવા માટે તો તમારે સીરિઝ જોવી પડે. પરંતુ મલ્હારની આ સ્થિતિ સાથે લગભગ બધા પરણેલા લોકો પોતાની જાતને સાંકળી શકશે. સીરિઝના કુલ 6 એપિસોડ છે, જેના ટાઈટલ રસપ્રદ છે.

મનમોજી મૌલિક અને મોર્ડન મીરાના જીવનમાં ડોકિયું

વેબ સીરિઝમાં મૌલિક અને મીરા નામના યુગલના જીવનને દર્શાવવામાં આવ્યું છે. મૌલિક અને મીરા, બંને એકદમ અલગ અલગ વ્યક્તિત્વ, એકબીજાના પ્રેમમાં પડે, લગ્ન કરે અને લગ્નના કેટલાક વર્ષો પછી જે સ્થિતિ થાય તે બતાવવામાં આવ્યું છે. એક તરફ મીરા છે, ટીપિકલ મુંબઈકર. મુંબઈમાં જ ઉછરેલી મીરાની ચોઈસ એકદમ ક્લાસી છે. તો બીજી તરફ છે પાક્કો અમદાવાદ મૌલિક એટલે કે મલ્હાર. મીરાને આલ્મન્ડ બ્રોકોલી સૂપ પસંદ છે તે મૌલિકને પિત્ઝા. મીરાને હોલિડે પર સાઉથ કોરિયા જવું હોય તો મૌલિકને નેપાળ. મીરા એકદમ ફિટ છે જ્યારે મૌલિક...(તમે જ જોઈ લેજોને).આ બંનેનો કેમ મેળ પડે છે તે વેબ સીરિઝમાં બતાવાયું છે.

Expectations Vs Reality

એક મોર્ડન કપલની મુશ્કેલીઓને સીરિઝમાં સારી રીતે વર્ણવવામાં આવી છે. લગ્ન બાદ પરિવાર માટે કેટલું જતું કરવું પડે છે. પતિ પત્નીએ કેટલા મનથી બનાવેલા પ્લાન કેન્સલ થઈ જાય છે. બધાને ખુશ રાખવા જતા ક્યારેક પોતાની ઈચ્છાઓ ભૂલી જવી પડી છે. લગ્ન પહેલા ફ્લાવર્સ હોય ત્યા લગ્ન પછી ફેસટાઈમ આવી જાય છે. પ્રાયોરિટી બદલાઈ જાય છે. એકબીજા સાથે સમય જ નથી મળતો.

ઘર ઘરની કહાની, મૌલિક-મીરાની જુબાની
પતિ બિલ ભરતા ભૂલી જાય તો પત્ની ગુસ્સે થાય, રીયુનિયનમાં પતિ કોઈ સાથે ફ્લર્ટ કરે, પત્નીને લઈને પતિ પઝેસિવ થાય, જરા પ્રેમથી બોલાવો તો પતિ પાછો પીગળી પણ જાય. ક્યારેક વાતવાતમાં પતિથી જીભ લપસી જાય તો પાછું વાળવું પડે. આવી બધી નાની-નાની વાતો તેમાં બતાવવામાં આવી છે. જેની સાથે દર્શકો પોતાની જાતને સાંકળી શકશે.

આ પણ જુઓઃ દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ

જોવી કે ન જોવી?

આ સીરિઝ કાંઈક નવો પ્રયોગ છે. સીરિઝનો છેલ્લો એપિસોડ તમે જોશો તો તમને લાગશે કે સીરિઝ પુરી નથી થઈ હજુ પણ એકાદ એપિસોડ તો હશે! ખેર આ પતિ પત્નીની નોંકઝોંક અને પર્સનલ અને ફેમિલી લાઈફને બેલેન્સ કરવાના પ્રયાસો રિયલ અને રીલ બંને લાઈફ ચાલ્યા જ કરશે. પણ હા, વચ્ચે થોડો બ્રેક લઈને, સમય કાઢીને એક વાર આ સીરિઝ જોઈ લેજો. મજા આવશે.