The Family Man Review: હસતા હસતા ઉઠાવે છે મહત્વના મુદ્દા

22 January, 2020 06:31 PM IST  |  મુંબઈ | રજત સિંહ

The Family Man Review: હસતા હસતા ઉઠાવે છે મહત્વના મુદ્દા

વાંચો ધ ફેમિલી મેનનો રીવ્યૂ..


એમેઝોન પ્રાઈમની મોસ્ટ અવેઈટેડ વેબ સીરિઝ ધ ફેમિલી મેન રીલિઝ થઈ ગઈ છે. તેના તમામ 10 એપિસોડ જાહેર કરવામાં આવ્યા છે. આ વેબ સીરિઝની સાથે મનોજ બાજયેપીએ પોતાનું ડિજિટલ ડેબ્યૂ કર્યું છે. આ એક મિડલ ક્લાસ મેન અને વર્લ્ડ ક્લાસ જાસૂસની કહાની છે. વેબ સીરિઝ રોજ બનતી ઘટનાઓ પર આધારિત છે.

વેબ સીરિઝની કહાની ઈન્ટેલીજન્સ એજન્સી ટાસ્ક માટે કામ કરતા ફેમિલી મેન શ્રીકાંત તિવારીના ફેમિલી અને પ્રોફેશનલ એડવેન્ચર્સ પર આધારિત છે. જો કે પોતાના ઘરના રોજના કામોમાં વ્યસ્ત હોવાની સાથે તે ઉચ્ચ કોટિના ઈન્ટેલીજન્સ અધિકારી પણ છે. શ્રીકાંતની પત્ની એ વાતથી નારાજ છે કે તેની પાસે ઘર પરિવાર માટે સમય નથી. આ વચ્ચે એક હુમલા થવાનો છે. જેને રોકવાનો પણ છે. કહાની કાંઈક આવી જ છે. સાથે જ તેમાં આપણા રોજ બરોજના જીવનનો ભાગ છે તેવા મુદ્દાઓ પણ છે. જેમકે રાષ્ટ્રવાદ, કશ્મીર અને આતંકવાદ. વેબ સીરિઝના વચ્ચેના કેટલા એપિસોડ સ્લો છે. પરંતુ જેમ જેમ કહાની આગળ વધે છે તેમ રોમાંચ વધે છે.

મનોજ બાજયેપીની વાત કરીએ તો તેમનો અભિનય શાનદાર છે. એ સિવયા આતંકવાદી મૂસા રહમાનનો રોલ નિભાવતા મલયાલી એક્ટર નીરજ માધવનું કામ પણ સારું છે. શ્રીકાંતના આસિસ્ટ કરી રહેલા જેકેનો કિરદાર એવો છે જેને વારંવાર જોવાનું મન થાય. ગુલ પનાગ અને પ્રિયામણિનું કામ સારું છે. જો કે, ક્યાંક કેટલાક કિરદરો વધારાના લાગે છે.

આ પણ જુઓઃ એવી તસવીરો જે અભિનેત્રીઓ ક્યારેય જોવાનું નહીં કરે પસંદ....

કુલ મળીને કહીએ તો, ધ ફેમિલી મેન હસતા હસતા મહત્વનો સંદેશ આપતી વેબ સીરિઝ છે જેમાં કૉમેડી, સસ્પેન્સ અને થ્રિલનો સંગમ છે. હજી સિઝનનો બીજો ભાગ આવશે, કદાચ તેમાં બધી ગુત્થી સુલઝી જાય. જો કે, જો તમે મિર્ઝાપુર કે સેક્રેડ ગેમ્સ જેવું કાંઈ જોવાની આશા રાખઓ છો તો નીરાશા મળશે. આ વેબ સીરિઝનો પોતાનો ઝોન છે, જેમાં તે ફિટ બેસે છે.

amazon manoj bajpayee