જમાઈ 2.0માં રવિ દુબે પહેલી વાર હૉટ લુકમાં

01 February, 2021 01:19 PM IST  |  Mumbai | Rashmin Shah

જમાઈ 2.0માં રવિ દુબે પહેલી વાર હૉટ લુકમાં

ઝીટીવી પર ગયા વર્ષે આવેલી ‘જમાઈ’ની સેકન્ડ સીઝન ‘જમાઈ 2.0’ આ મહિને ઑનઍર થશે, જેમાં પહેલી વાર લીડ સ્ટાર રવિ દુબે સુપરહૉટ લુકમાં જોવા મળશે. રવિએ આ શો માટે ખાસ સિક્સ પૅક્સ પણ બનાવ્યાં છે. રવિએ કહ્યું કે ‘પહેલેથી શોનું શૂટિંગ નક્કી હતું એટલે બધાએ લૉકડાઉનમાં ખાવાપીવાની મસ્ત મજા માણી લીધી, પણ મેં તો એમાં પણ તમામ પ્રકારની પરેજી પાળી અને વધારે એક્સરસાઇઝ કરીને સિક્સ પૅક્સ બનાવ્યાં.’

રવિ ઉપરાંત શોમાં નિયા શર્મા પણ છે. ‘જમાઈ 2.0’ની વાત ત્યાંથી જ આગળ વધે છે જ્યાંથી પહેલી સીઝન પૂરી થઈ હતી. જોકે એક ટાઇમ-ગૅપ લેવામાં આવ્યો છે. રવિ કહે છે, ‘પ્રેમ અને બદલાની ભાવના દેખાડતી આ વેબ-સિરીઝનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એ છે કે એનું મૅક્સિમમ શૂટ આઉટડોર થયું છે. પહેલી વાર અન્ડરવૉટર રોમૅન્સ પણ એમાં શૂટ કરવામાં આવ્યો છે. મારી એક જ મક્સદ છે, બદલો અને એ બદલાની વચ્ચે પ્રેમ પણ મળતો રહે છે.’

entertainment news web series ravi dubey Rashmin Shah