રેડલાઇટ એરિયાની સત્ય ઘટના એટલે 'રાત્રી કે યાત્રી'

20 July, 2020 08:50 PM IST  |  Mumbai | Rashmin Shah

રેડલાઇટ એરિયાની સત્ય ઘટના એટલે 'રાત્રી કે યાત્રી'

એમએક્સ પ્લેયર પર રિલીઝ થનારી ‘રાત્રી કે યાત્રી’ની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત જો કોઈ હોય તો એ છે કે એમાં રેડલાઇટ એરિયાની યુવતીઓ સાથે ઘટેલી પાંચ સત્ય ઘટનાઓને દર્શાવવામાં આવી છે. એક જ રાતમાં બનતી આ પાંચ ઘટનામાં રેડલાઇટ એરિયામાં આવનારા પાંચ પુરુષોના જીવનમાં અલગ-અલગ ઘટના ઘટી છે. કોઈ પારિવારિક પ્રશ્નથી ત્રસ્ત છે તો કોઈનું બ્રેકઅપ થયું છે. કોઈને સોસાયટીથી તકલીફ છે તો કોઈ પોતાનાથી જ ત્રાસી ગયું છે. આવી પરિસ્થિતિમાં બધા રેડલાઇટ એરિયા તરફ ખેંચાય છે અને પરિણામ એ આવે છે કે સવાર પડતા સુધીમાં સૌકોઈના જીવનમાં બહુ મોટો ચેન્જ આવી જાય છે.

‘રાત્રી કે યાત્રી’માં સુધીર પાંડે, અંજુ મહેન્દ્રુ, ઇકબાલ ખાન, બરખા સેનગુપ્તા, પરાગ ત્યાગી, અવિનાશ મુખરજી, શેની દોશી, રીના ધ્યાની, માનસી શ્રીવાસ્તવ, રેયાના પંડિત અને આકાશદીપ અરોરાની સાથે ટીવીના સ્ટાર મનાતા પ્યોમરીb મહેતા, સુપ્રિયા શુક્લા અને ઇન્દ્રિશ મલિક પણ છે.

‘રાત્રી કે યાત્રી’ મંગળવારે એમએક્સ પ્લેયર પર રિલીઝ થશે.

entertainment news web series Rashmin Shah