‘લિટલ થોમસ’માં દેખાશે રસિકા દુગ્ગલ

24 September, 2022 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસિકા દુગ્ગલ હવે ડ્રામેડી ‘લિટલ થોમસ’માં જોવા મળવાની છે.

રસિકા દુગ્ગલ

રસિકા દુગ્ગલ હવે ડ્રામેડી ‘લિટલ થોમસ’માં જોવા મળવાની છે. તેની ‘દિલ્હી ક્રાઇમ 2’ હાલમાં જ રિલીઝ થઈ હતી. તે ‘મિર્ઝાપુર’ની આગામી સીઝનનું પણ શૂટિંગ કરી રહી છે. નૅશનલ અવૉર્ડ-વિનિંગ ડિરેક્ટર કૌશલ ઓઝા દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ વિશે વાત કરતાં રસિકાએ કહ્યું કે ‘મારી ‘લિટલ થોમસ’ ગોવાની એક ફૅમિલીની સુંદર લિરિકલ સ્ટોરી છે. અમે એફટીઆઇઆઇમાં સ્ટુડન્ટ હતાં ત્યારથી હું કૌશલને ઓળખું છું. સ્ટોરીટેલિંગની તેની એક યુનિક સ્ટાઇલ છે જે મને ખૂબ જ પસંદ છે. શૂટિંગ કરવું થોડું કેઓટિક હતું, પરંતુ મારા માટે સ્પેશ્યલ હતું.’

Web Series entertainment news